તો…આ કારણોસર ભગવાન શિવ કરે છે પોતાના માથા પર ચંદ્ર ધારણ

97

મિત્રો, બધાએ ભગવાન શંકરને માનતા જ હશે અને તેના દર્શન માટે લોકો દુર-દુર આવે છે, પરંતુ 99% ભક્તોને એ નહિ ખબર હોય કે શા માટે ભગવાન શિવ પોતાના માથા અપર ચંદ્ર ધારણ કરે છે. ભગવાન શિવનું એક નામ ‘ભાલચંદ્ર’ પણ પ્રસિદ્ધ છે. ભાલચંદ્ર નો અર્થ ‘માથામાં ચંદ્ર ધારણ’ કરવું થાય છે.

ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર,ભગવાન શિવ સૃષ્ટિ ના નિર્માણ ના સમયમાં પ્રગટ થયા હતા. ભગવાન શિવ ના હાથમાં ડમરુ,ત્રિસુલ અને માથે ચંદ્રમા અને ગળામાં સાપ હોય છે ભગવાન શિવ ના રૂપ માં એક એવી છબી ઉભરી આવે છે કે તેમાં વૈરાગ્ય છુપાયેલું છે.

તમે કોઈ પણ શિવ મંદિર માં જાસો તો ત્યાં ભગવાન શિવજીની મૂર્તિમાં આ ચાર વસ્તુઓ હંમેશા જોવા મળશે.અને ઘણા એવા પણ સવાલો ઉદ્ભવે છે કે આ ચાર વસ્તુઓ ભગવાન શિવજી ની ઉત્પત્તિ ની સાથે જ પ્રગટ થઇ હતી. ચંદ્રમા નો સ્વભાવ શીતળ હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 નક્ષત્ર કન્યાઓની સાથે સંપન્ન થયા હતા. ચંદ્ર અર્થાત્ રોહિણી ખુબજ સુંદર હતી.

ચંદ્રનું રોહિણી પર વધારે સ્નેહ જોઈ શેષ કન્યાઓએ પોતાના પિતા દક્ષ સામે દુઃખ વ્યકત કર્યું. આ વાત જાણી દક્ષ ક્રોધિત થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે તુ ક્ષય રોગથી ગ્રસ્ત થઈશ.

આમ કહેતા ચંદ્રને રોગ થયો. આ જાણીને નારદજી એ તેમને મૃત્યુંજય ભગવાન આશુતોષની આરાધના કરવાનું કહ્યું. જયારે ચંદ્ર અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા ત્યારે શિવ ભગવાને પ્રદોષકાળમાં ચંદ્રને પુન:જીવિત નું વરદાન આપી ચંદ્રમાં ને પોતાના મસ્તક પર ધારણ કર્યું.

તો તે અનુસાર ભગવાન શિવ કહે છે કે ગમે એવી સમસ્યા કેમ ન આવે, મગજ હંમેશા શાંત જ રહેવો જોઈએ. જ્યોતિષવિદ્યા માં ચંદ્રમાં ને મન નો ગ્રહ માનવામાં આવે છે. શિવ દ્વારા ચંદ્ર ઘારણ કરવાનો અર્થ છે કે મનને સદા કાબુમાં રાખવું જોઈએ. જો મન ભટકશે તો લક્ષ્યની પ્રાપ્તિ નહી થાય.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…