ચાર રસ્તા પર પડેલા લીબું-મરચાં પર ભૂલથી પણ ન મૂકતા પગ, નહીંતર…

98

જો તમેં રસ્તા પર થી પસાર થતાં હોય અને ચાર રસ્તા પર જો આવા કોઈ લીંબુ-મરચાં જુઓ તો ભૂલથી પણ તેના પર પગ ન મૂકશો. નહિંતો હેરાન હેરાન થઈ જશો. શક્ય છે કે તમારે માથે ઘાત આવે. કેટલાંક વડીલો ઘરના મુખ્ય દ્વારે લીંબુ મરચાં લટકાવે છે. પછી તેને સમયાંતરે મંગળવારે કે રવિવારે ઉતારીને ચાર રસ્તા પર ફેંકી દે છે.

પછી નવા તાજા લીંબુ-મરચાં લટકાવે છે. લીંબુ- મરચાં એ કાળા જાદુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કોઈની નજર લાગતી હોય કે કોઈ પ્રકારે કોઈ નકારાત્મક શક્તિનો અનુભવ થતો હોય તો ટૂચકો કરીને લીબું-મરચાં એક દોરામાં પરોવીને ઘરના કે ઓફિસના મુખ્ય દ્વારે કે પછી ગલ્લો જ્યાં રહેતો હોય ત્યાં ટિંગા઼વામાં આવે છે.

વ્યક્તિને શારીરિક કે આર્થિક કે સામાજિક રીતે નુકસાન થઈ શકે છે. જો કોઈ નજર હોય તો તે વ્યક્તિને ચોંટી જાય છે. પરિણામે બહું વેઠવું પડે છે. કોઈ ઉપાય કે યુક્તિ કારગત નથી નિવડતી. વ્યક્તિને મરણતોલ ફટકો પડે છે. કહેવાય છે કે આમ કરવાથી કોઈની નજર નથી લાગતી કે કોઈ નકારાત્મક શક્તિઓની અસર થતી નથી.

ઉતારી લેવાયા લીંબુ- મરચાંમાં આવી કોઈ નકારાત્મક શક્તિ શોષાયેલી હોય છે. કોઈની નજર પણ તેમાં આવી ગયેલી હોય છે. તે જ્યારે ચાર રસ્તા પર ફેંકાયેલા હોય ત્યારે જો ભૂલથી પણ તમારો પગ તેના પર આવી જાય તો તે અશુભ મનાય છે. પગ મૂકનાર વ્યક્તિને નકારાત્મક શક્તિ ઘેરી વળે છે. જ્યોતિષિઓનું માનવું છે કે તેમની બઢોતરી અને સારા કાર્યોમાં અડચણો આવવા લાગે છે, કારણ કે નકારાત્મક ઊર્જા જીવનને પ્રભાવિત કરે છે. પરિણામે રસ્તા પર પડેલા લીંબુ-મરચા પર ક્યારેય પગ મુકવો નહિં.

કેટલાંક લોકો દરિદ્રતા દૂર કરવા માટે પણ તેનો ઉપાય તરીકે ઉપયોગ કરે છે.
મીઠાથી તે દૂર ભાગે છે અને તીખા, ખાટ્ટા ભોજનની શોધમાં તે દરેક જગ્યાએ જાય છે. તેમની આ પસંદને પૂરી કરવા માટે લોકો દરવાજે લીંબુ-મરચા લટકાવે છે. તેની પાછળનો ઉદેશ્ય છે કે દરિદ્રતા અલક્ષ્મી પોતાની પસંદગીની વસ્તુ દરવાજે જ મેળવી સંતુષ્ટ થઈ જાય છે અને અંદર પ્રવેશ કરતી નથી.

દરિદ્રતા દૂર કરવા માટે એવું મનાય છે કે દરિદ્રતાની દેવી અલક્ષ્મીને તીખું અને ખાટું ભોજન અતિપ્રિય છે.  આ રીતે માં પણ પ્રસન્ન રહે અને આપણે પણ અમંગળથી બચેલા રહીએ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…