જાણો પગરખાના નંબર પરથી વ્યક્તિના સ્વભાવ વિશે

668

સામુદ્રિક શાસ્ત્રની પાંખો ફેલાતી જાય છે. તાજેતરમાં થયેલા અવલોકનો પ્રમાણે હવે વ્યક્તિના પગરખાના નંબર પરથી તેના સ્વભાવ વિશેની જાણકારી મેળવી શકાય છે. તો આવો જાણીએ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે…

અગિયાર નંબરથી વધારે
આ વ્યક્તિ ઇમાનદાર હોય છે, તથા દરેકને સલાહ સૂચન તેઓ તટસ્થભાવે આપે છે. આ નંબરના લોકો વધારે બીજાને માન આપનારા હોય છે, તેઓને પોતાની દરેક વસ્તુ વ્યવસ્થિત જ જોઇતી હોય છે. જ્યારે કોઇ મુશ્કેલી હોય ત્યારે દરેક વ્યક્તિ તેમની સલાહને યોગ્ય માને છે.

દસ નંબર
ત્યાં અન્ય લોકોથી સલાહ લેવી પણ પસંદ કરે છે, પરંતુ આખરે તેઓ પોતાના મનનું ધારેલું જ કરે છે. આ જાતક કોઇ અન્ય વ્યક્તિના કંટ્રોલમાં રહેવું પસંદ કરતા નથી, તે સ્વચ્છંદી સ્વભાવના હોય છે.

નવ નંબર
તેથી લોકો કંઇપણ કહે તેમને તે વાતોથી કોઇ ફર્ક પડતો નથી. તથા તે હંમેશાં પોતાના કામથી જ કામ રાખે છે, અને બીજના કામમાં પણ કોઇ દખલગીરી કરતા નથી. જે વ્યક્તિના પગનો નંબર નવ હોય તે આત્મવિશ્વાસથી ભરપુર હોય છે.

આઠ નંબર
તે પોતાના જીવનમાં આવેલી દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેથી તેમનું જીવન સરળ રીતે એટલે મુશ્કેલી વિનાનું હોય તેવું તેમને પસંદ નથી. આઠ નંબરના પગરખા પહેરનારા લોકો બીજાને ખુશ રાખે છે, તેમને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવામાં ડર નથી લાગતો.

સાત નંબર
આ વ્યક્તિ દરેક કાર્ય કરવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે. તે ખૂબ જ જ્ઞાની હોય છે અને પોતાના મુલ્યને સારી રાતે જાણે છે, ત્યાં જ બીજી તરફ તેમના કામોમાં તેમને રુચિ નથી હોતી, તથા રસ વિનાના કામમાં તે શરમ સંકોચ વિના સ્પષ્ટપણે ના કહેવામાં શરમ અનુભવતા નથી.

છ નંબર કે તેનાથી ઓછી સાઇઝ
તે દરેક વ્યક્તિના મનમાં પોતાના માટે સ્થાન બનાવી લે છે. તેમનો દયાળુ સ્વભાવ અને પ્રેમાળ સ્વભાવ તેમને લોકોની વચ્ચે તેમને લોકપ્રિય બનાવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…