લગ્નનું મુહૂર્ત નક્કી કરતાં પહેલા જાણી લ્યો આ બાબતો નહીંતર પાછળથી થશે પસતાવો…

132

એકબીજાના ગોત્રની જાણકારી મેળવવામાં આવે છે. જેથી નવદંપતિનું જીવન સુખમય રીતે પસાર થાય. દંપતિના સુખમય જીવન માટે વધુ એક કાર્ય પણ મહત્વનું ગણાય છે, આ કાર્ય છે લગ્નનું મુહૂર્ત. લગ્ન ક્યારે અને કયા મુહૂર્તમાં કરવામાં આવે છે તેની અસર પણ દંપતિના જીવન પર પડે છે.

હિંદુ ધર્મમાં લગ્ન સંસ્કારનું આગવું મહત્વ છે. તેના કારણે જ દિકરા કે દિકરીના લગ્ન નક્કી કરતાં પહેલાં વર-કન્યાની કુંડળીનો મેળાપ કરવામાં આવે છે. તો ચાલો આજે જાણી લો લગ્નના મુહૂર્ત સંબંધિત ખાસ વાતો.

ભાઈ-બહેનના લગ્નના મુહૂર્ત
સગા ભાઈ- બહેનના લગ્ન પણ એક જ મંડપમાં ન કરવા. ઘરમાં જ્યારે દિકરા અને દિરકી બંનેના લગ્ન હોય તો તેની વચ્ચે 6 માસનો સમય રાખવો જ જોઈએ. સગા ભાઈઓ કે બે બહેનોના લગ્ન એક જ ઘરમાં ન કરવા જોઈએ. બે સગા ભાઈના લગ્ન બે સગી બહેનો સાથે શક્ય હોય ત્યાં સુધી ન કરવા. એટલે કે દિકરીના લગ્ન કર્યાના 6 મહિનાની અંદર દિકરાના લગ્ન ન કરવા ઉપરાંત દિકરાના લગ્નના 6 માસની અંદર દિકરીના લગ્ન પણ ન કરવા જોઈએ…

ચંદ્રની સ્થિતિ
ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે, પરિણામે વિવાહના સમયમાં ચંદ્રનું શુભ હોવું જરૂરી છે. અમાસના 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી ચંદ્ર બાલ્યાવસ્થામાં હોય છે. એટલે કે આ સમયમાં ચંદ્ર ફળદાયી નથી હોતો. ચંદ્ર જ્યારે પક્ષબલી, ત્રિકોણમાં, સ્વરાશિ, ઉચ્ચ અને મિત્રક્ષેત્રી હોય ત્યારે જ લગ્ન કરવા જોઈએ.

જન્મનું નક્ષત્ર
લગ્નના ગણાંક મૂલનો પણ વિચાર કરવો જોઈએ, જેવા કે મૂળ નક્ષત્રમાં જન્મેલી દિકરી પોતાના સાસરા માટે કષ્ટકારી મનાય છે. આશ્લેષા નક્ષત્રમાં જન્મેલી દિકરી પોતાના સાસુ માટે અશુભ મનાય છે. જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી દિકરી પોતાના જયેષ્ઠ માટે અશુભ ગણાય છે. આ નક્ષત્રોમાં જન્મેલી દિકરીના લગ્ન કરતાં પહેલા તેના દોષોનું નિવારણ કરાવવું જરૂરી છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…