આખરે ઇન્તેજારી થઈ પુરી KGF 2 ની રિલીઝ ડેટ થશે આ તારીખે નક્કી

238

પ્રશાંત નીલે ડિરેક્ટર કરેલી KGFના પહેલા પાર્ટને ખુબ જ સફળતા મળી હતી. ત્યારબાદ તરત જ ફિલ્મ નિર્માતાઓએ તેના બીજા પાર્ટની તૈયારી શરુ કરી દીધી હતી. હવે એક પછી એક પોસ્ટર પછી બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લૂક રીલિઝ કર્યો છે અને ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ટીઝર ક્યારે રીલિઝ થશે તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.

ડિરેક્ટર પ્રશાંત નીલે ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી અને સાથે સાથે લખ્યું હતું કે, “The countdown to the opening of the empire door begins now!” જ્યારે સંજય દત્તે પણ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શૅર કરી હતી અને જણાવ્યું હતું કે, ફિલ્મનું ટીઝર 2 દિવસ પછી રીલિઝ થવાનું છે.

સંજય દત્ત આ ફિલ્મમાં ‘અધિરા’નો રોલ કરી રહ્યો છે. સંજય દત્તે પોતાનું પોસ્ટર રીલિઝ કરતા લખ્યુ હતું કે, ‘તમારી વચ્ચે હાજર છે. ‘અધીરા’ અને ફિલ્મનું ટીઝર બે દિવસ પછી એટલે કે, 8 જાન્યુઆરીના રોજ સવારે 10.18 કલાકે રીલીઝ થવાનું છે.’ ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે મેટલની તલવાર પકડેલી જોવા મળે છે. આ ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત રવિના ટંડન, યશ, પ્રકાશ રાજ અને શ્રીનિધિ શેટ્ટીનો લીડ રોલ જોવા મળે છે.

KGF ચેપ્ટર 2 આ ડિરેક્ટરની આ ત્રીજી ફિલ્મ હશે. પ્રશાંત નીલે ઈન્ડસ્ટ્રીમાં કરિયરની જ્યારથી શરુઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે ‘Ugramm’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મથી તેમણે પોતાની ફિલ્મ મુસાફરી ચાલુ તો કરી આ ઉપરાંત એક્ટર શ્રીમુરલીના કરિયરને પણ આગળ વધારવામાં ખૂબ જ મદદ કરી હતી.