તમારી રાશિ અનુસાર રાખો તમારા પર્સનો કલર, થઇ જશો માલામાલ…

488

કહેવામાં આવે છે કે દરેક વસ્તુ જો રાશિ અનુસાર કરવામાં આવે તો તે શુભ ફળ આપે છે. એવામાં આજથી તમે તમારી પાસે રાશિ અનુસાર પર્સ રાખશો તો તમને ધન લાભ થવાનો શરૂ થઇ જશે. આવો જોઇએ રાશિ મુજબ કયા રંગનું પાકિટ રાખવું જોઇએ. જો તમારી પાસે હંમેશા જ આર્થિક તંગી રહે છે તો તે કોઇપણ કારણ વગર તમારી પાસે પૈસા રહેતા નથી. પૈસા આવતા જ ખર્ચ થઇ જાય છે. તો તમારી આ સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે. તેનું કારણ તમારા પાકીટનો રંગ પણ હોય શકે છે.

કર્ક, સિંહ, કન્યા
આ રાશિના લોકોને તેમની પાસે મલ્ટી કલર કે હળવા રંગનું પર્સ રાખવું જોઇએ. આ રાશિના જાતકોએ તેમના પર્સમાં વધારે સામાન ન રાખવો જોઇએ. ધ્યાન રહે કે, પર્સમાં આછા વાદળી રંગનો રૂમાલ રાખો.

મકર, કુંભ અને મીન
કહેવામાં આવે છે કે આ રાશિના જાતકોએ તેમની પાસે ક્રીમ કે પીળા રંગનું પર્સ રાખવું શુભ માનવામાં આવે છે અને પર્સમાં બિનજરૂરી કાગળ ન રાખવા જોઇએ. ધ્યાન રહે કે તમે તમાર પર્સમાં લાલ ચંદનનું લાકડું અવશ્ય રાખો.

તુલા, વૃશ્વિક, ધન
આ રાશિના જાતકોએ તેમની પાસે લાલ કે કોફી કલરનું પર્સ રાખવું જોઇએ. ધ્યાન રહે કે ક્યારેય પર્સને ખાલી ન રાખો. તેમા તમે ચાંદીની વસ્તુ અવશ્ય રાખો.

મેષ, વૃષભ, મિથુન
કહેવામાં આવે છે કે આ રાશિના લોકોએ તેમની પાસે લાલ કે બ્રાઉન રંગનું પર્સ રાખવું જોઇએ. જે ખૂબ લાભદાયી હોય છે. તમારા પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ના રાખો. પરંતુ પર્સમાં થોડીક દુર્વા રાખો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…