દેશનું એવું મંદિર જ્યાં થાય છે માતાજીની યોનીની પૂજા, મૂર્તિને આવે છે નિયમિત માસિક

4224
Advertisement

આ માતાજીના મંદિરને હિંદુ ધર્મની 51 શક્તિપીઠમાંની એક મુખ્ય શક્તિપીઠમાં માનવામાં આવે છે. આ મંદિર પાછળ એક દંતકથા છે કે, ભગવાન શંકર સતીનાં મૃતદેહને ખભા પર લઈ સચરાચરમાં પ્રચંડવેગે ફરતા હતા ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રથી સતીનો ગૃહૃભાગ કપાઈને અહીં પડ્યો હતો.

આસામનાં ગુવાહાટીથી 7 કિમી દૂર નીલાચલની પહાડી પર આ મંદિર આવેલું છે. તેની સાથે સાથે 10 મહાવિદ્યાને સમર્પિત 10 અલગ અલગ મંદિર છે. નીલપર્વત પર આ મંદિર છે.

આ મંદિરનું સાથે એક બીજી પણ દંતકથા જોડાયેલી છે. રાક્ષસરાજ નરકાસુરને કામાક્ષીદેવી સાથે લગ્ન કરવાં હતાં. કામાક્ષીદેવીએ શરત મૂકી કે જો તે તેના માટે એક રાતમાં મંદિર બનાવી દે તો તે તેની સાથે લગ્ન કરશે. રાક્ષસે આ શરત સ્વીકારી અને રાતોરાત મંદિર પૂરું કરવાનો નિર્યણ લીધો.

ત્યારબાદ તે રાક્ષસએ મંદિરનું કામ શરુ કરાવ્યું અને ત્તે મંદિર સવાર થતા પૂરું થાય તેમ હતું ત્યાં દેવીએ એક કૂકડો મોકલ્યો. તેણે બાંગ પોકારી રાક્ષસને લાગ્યું કે સવાર પડી તેમ સમજીને તેણે મારી લીધું કે તે શરત હારી ગયો. તે પછી તેણે ખબર પડતાં તેણે કૂકડાને મારી નાખ્યો.

આ મંદિરમાં યોનિ જેવી સંરચના જોવા મળે છે 

જ્યારે તમે આ મંદિરમાં પ્રવેશ કરશો તો અહીં તમને દેવીના મંદિરની અંદર યોનિ જેવી સંરચના જોવા મળશે. આ સંરચનાને દેવી શક્તિની યોનિના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિર ત્રણ દિવસ બંધ રહે છે. માન્યતા એવી છે કે, તે દરમિયાન માતાજીના ગૃહ્ય સ્થાનમાંથી માસિકસ્રાવ વહે છે. ચોથે દિવસે મંદિર ખૂલે ત્યારે પ્રસાદ તરીકે કાપડના ટૂકડા અપાય છે. જે ખૂબ પવિત્ર મનાય છે. આ મંદિર ગૌહત્તી બ્રહ્મપુત્રા નદીને કાંઠે છે. આ મંદિરમાં દેવી શક્તિની કોઇ મૂર્તિ નથી.

ક્યારે બન્યું આ મંદિર?

આ મંદિરમાં તમને મુખ્ય દેવી કામાખ્યા સિવાય દેવી કાલીના અન્ય 10 સ્વરૂપ જેમ કે, ઘૂમાવતી, મતંગી, બગોલા, તારા, કમલા, ભૈરવી, ચિનમાસા, ભુવનેશ્વરી અને ત્રિપુરા સુંદરી પણ જોવા મળશે.

કામાક્ષીદેવીનું મંદિર કૂચબિહારનાં રાજા વિશ્વસિંહે તથા શિવસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પહેલાં અહીં જે મંદિર હતું તે કાલા પહાડે ઈસ 1564માં તોડી નાખ્યું હતું. તેનું પહેલા નામ આનંદાખ્ય હતું. જે વર્તમાન મંદિર પાસે છે. દેવી ભાગવતના સાતમા સ્કંધમાં, 38માં અધ્યાયમાં કામાક્ષીદેવીનું અનેરું માહાત્મ્ય છે. સમસ્ત ભૂમંડળમાં આ પીઠનું ખૂબ માહાત્મ્ય છે. આ પીઠસ્થાનનાં દર્શન, ભજન, પૂજા પાઠ કરવાથી જીવન નિર્વિઘ્ન બને છે. આસો તથા ચૈત્રી નવરાત્રિમાં અહીં મોટા મેળા ભરાય છે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…