લોકો માને છે કે શુભ કર્યો કરતાં પહેલા છીંક આવવાથી થાય છે અપશુકન, જાણો આ હકીકત છે કે અંધશ્રદ્ધા..?

225

આપણા સુજ્ઞ વડવાઓએ કેટલુંક અનુભવ સિદ્ધ જ્ઞાન આપણને આપ્યું છે જે નુસ્ખાઓ, કે ટુચકાઓ રૂપે કે લોકબોલીએ આજે પણ સુરક્ષિત છે એટલું જ નહિં તેને અનુસરવાથી કોઈ નુકસાન થતું નથી પણ લાભ જ થાય છે. આવી વસ્તુઓ આજે પણ પરંપરાગત ટકેલી છે. તો આજે અમે તમને એક એવી માન્યતા વિશે જણાવિશું કે, જે શુકન-અપશુકન બંનેની શ્રેણીમાં આવે છે.

છીંક આવવી એક એવી ક્રિયા છે જેના પર માણસનું કોઈ જોર ચાલતું નથી. તે ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે. જેમાં છીંક આવવાને લઈને અને દૂધના શુકન વિશે ખાસ વાત કરવામાં આવી છે. ભલે આ વાત અઁધશ્રદ્ધા લાગે પણ અનુભવે એ સાચી સાબિત થાય છે. આ પ્રાચીન પરંપરાઓને અનેક લોકો અંધવિશ્વાસ ગણે છે. પણ એ અઁધ વિશ્વાસ નથી. કુદરતનો એ તમારી સાથે સંવાદ છે. તો આવો જાણીએ કે, ક્યારે અને કેટલી છીંક આવે તો શુકન કહેવાય, તો ક્યારે અને કેટલી છીંક આવે તો અપશુકન કહેવાય…

સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલા છીંક સાંભળવી અશુભ મનાય છે. તમે નવું ઘર બનાવડાવ્યુ છે અને તેમાં ગૃહ પ્રવેશ કરતી વખતે કોઈ છીંકી દે તો ઓછામાં ઓછા 4 કલાક સુધી ગૃહ પ્રવેશ ટાળી દેવો, ત્યારબાદ ગણપતિને ગૃહ પ્રવેશ કરાવવો અને ત્યારબાદ જ તમારે ગૃહ પ્રવેશ કરવો. જો તમે કોઇ પ્રવાસ પર જઇ રહ્યા હોવ અથવા મહત્વનાં કામે જઈ રહ્યા હોવ તો તમારી ડાબી બાજૂએ કોઈ છીંકે તો તેને અશુભ ગણવામાં આવે છે. આ સમયે બને તો ઘરેથી નીકળવું નહિ, તેમ છતાં જો જવું જરૂરી હોય તો એક લવિંગ ખાઇને ઘરેથી નીકળવું.  જો કોઈ વ્યકિત સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી પૂર્વ દિશામાં છીંકવાનો અવાજ સાંભળે તો તે દિવસે વ્યક્તિને અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી છીંક સાંભળવાથી શારીરિક મુશ્કેલી, બપોરે 01 થી 03 વાગ્યા સુધી છીંક સાંભળવાથી સ્વાદિષ્ટ ભોજન અને દિવસના ચોથા પોરમાં 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ્યારે કોઈ છીંકે તો કોઈ મિત્રને મળવાનો અવસર પેદા થાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં શુકનને અતિ મહત્વનું માનવામાં આવે છે. તેથી જ સારા શુકને બધું કરવા પર ભાર આપવામાં આવે છે. શુકન તો  દિવો છે. તેને અનુસરવાથી લાભ જ લાભ થાય છે. આ વસ્તુઓ અનુભવગત રીતે સાચી સાબિત થાય છે. આવું જ દૂધનું. જો તમે સવારે ઘરની બહાર નિકળતા હોય અને નિકળતાવેંત જ જો દૂધનો શુકન થાય તો સમજી લેવું કે આજે દિવસ દરમિયાન કશુંક અઈચ્છનિય થશે કે સાંભળવા મળશે. કે કોઈ અઈચ્છનિય ઘટના ઘટશે. દૂધના અપશુકન ખરાબ ઘટના ઘટવાનો સંકેત આપે છે.

જેમાં કોઈ અકસ્માત કે કોઈના મૃત્યુ સુધીની ખબર સાંભળવા મળે છે.  બહાર જતાં હોય અને દૂધના શુકન થાય તો ક્યારેય જવું નહિં, પાછું વળી જવું. ઘરમાં જઈને પાણી પીને બે -પાંચ ક્ષણો બેસીને પછી નિકળવું. આમ કરવાથી બાધા કે દોષ ટળી જાય છે. લોકો ભલે તે અંધ વિશ્વાસ કહે પણ તેમાં માનવામાં કશું નુકસાન નથી. હા .. ફાયદો જરૂર છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…