પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ‘સુભાષ પટેલ’ વાલેરો બન્યા વાલ્મીકી…

122
Advertisement

મિત્રો, ગુજરાતી માં એક કહેવત છે ‘ગુરુ વિના જ્ઞાન નહિ’. આપણે બધા જાણીએ જ છીએ કે ગુરુનો આપણા જીવન માં કેટલો મહત્વનો ભાગ છે. વાલિયો લુંટારો પણ ગુરુના જ્ઞાન થી ઋષિ વાલ્મીકી બની ગયા હતા. એવો જ એક પ્રસંગ આજે અમે તમને જણાવવાં જઈ રહ્યા છીએ. સાચા સંત અને ગુરુ મળે તો વ્યક્તિનું જીવન બદલાતા વાર નથી લાગતી. ગમે તેવો પાપી જીવ પણ સંતની સંગતથી પાપનો રસ્તો છોડી દે છે.

વાલ્યો લુટારો કઈ રીતે વાલ્મીકી બની ગયો એ તો તમે જાણો જ છો. વાત ત્યારની છે જયારે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને ૧૯૭૧ થી ૧૯૯૫ પોતાનું જીવન રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે, એવું ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહતું. ૧૯૯૫ માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું.

માત્ર ૨ સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. અમે જેમની વાત કરી રહ્યા છીએ એ સુભાષ પટેલ મૂળ ચરોતરના રહેવાસી છે, અને ખેડૂત પુત્ર છે. શૂન્ય માંથી સર્જન કરીને એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે તેની જાણકારી આજે આપણે મેળવીશું.

સુભાષ પટેલ જે તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા ડિરેક્ટર છે તેઓ આજે આફ્રિકાના ચાર દેશોમાં અબજોનો બિઝનેસ કરે છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટા ભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. સાદુ-સરળ જીવન પસાર કરનારા અને લાંબુ વિચારનારા સુભાષ પટેલ પ્રસિદ્ધિથી દૂર રહે છે.

આવો જાણીએ દુકાનદારમાંથી અબજોપતિ બનેલા સુભાષ પટેલે કેવી રીતે ઉભું કર્યુ પોતાનું મસમોટું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર…સુભાષ પટેલે પોતાની બધી કુટેવો છોડી દીધી અને બિઝનેસ પર ધ્યાન આપ્યું. તેઓ ત્યાં હોટેલ અને રિસોર્ટ ચેઈન ચલાવે છે.  આફ્રિકામાં છે એમનો સ્ટીલનો પ્લાન્ટ, જયા રોલિંગ, ગેલ્વેનાઈઝિંગ, કલર કોટિંગ વગેરે કામ થાય છે. એમનો એક પ્લાસ્ટિકનો મોટો કારોબાર પણ છે. તેમણે પોતાના બિઝનેસ દ્વારા 10,000 લોકોને રોજગારી આપવી છે.

“મિત્રો સુભાષ ભાઈને દર પૂનમે પોતાના ગુરુવર્ય દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યાં દર્શન કરવાનો નિયમ છે, તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને હાલમાં મહંત સ્વામી મહારાજ ના દર્શને દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…