સંભોગ કર્યા પછી બળતરા અને દુખાવો થાય છે..? તો ઝડપથી વાંચો આ લેખ

314

સ્ત્રીઓમાં જોવા મળતી આ સમસ્યા મૂળ તો એક સાધારણ એવો મૂત્રમાર્ગનો ચેપ એટલે કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન છે.પહેલાં બે-ત્રણ વાર થયું ત્યારે લાગ્યું કે નવું-નવું હશે એટલે આમ થયું હશે, પરંતુ હજીયે સમાગમ પછીની બળતરા અને દુખાવામાં ફરક નથી. સમાગમ પછી તરત યુરિન પાસ કરવા જવું પડે છે.

હનીમૂન પર ગયા ત્યારે પહેલી વાર સમાગમ મને પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ પીડા થવા લાગી હતી. એ વખતે બળતરા થાય છે અને એ ભાગમાં લાલાશ રહે છે. છેલ્લા કેટલાય વખતથી સમાગમ કરું કે ન કરું વારંવાર યુરિન માટે જવું પડે છે, પણ જાણે કમ્પ્લીટ યુરિન નીકળ્યું હોય એવું લાગતું જ નથી.

પેડુમાં પણ દુખાવો રહે છે. ક્યારેક યોનિમાર્ગમાંથી ચીકણો અને સફેદ સ્રાવ વહે છે. આ બધાને કારણે મને ઇન્ટિમસીનું મન જ નથી થતું અને એને કારણે ઝઘડા થાય છે. સમાગમના એક-બે દિવસ પછી આ લક્ષણો મટી જાય છે અને ફરી કરીએ ત્યારે પાછાં શરૂ થઈ જાય છે.

શું આ જાતીય ચેપ જેવું કંઈ છે? સમાગમ પછીની પીડાને કારણે મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે. સ્ત્રીઓમાં  જોવા મળતી આ સમસ્યા મૂળ તો એક સાધારણ એવો મૂત્રમાર્ગનો ચેપ એટલે કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન છે. સેક્સસંબંધની શરૂઆતમાં ઘણી યુવતીઓને આ પ્રકારની તકલીફ જોવા મળે છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન હોઈ શકે જે હનીમૂન સિસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે.

યુરિનનું વહન કરતી નલિકામાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે આવું થાય. પુરુષની મૂત્રવાહિની લાંબી તથા વળાંકવાળી હોવાથી એમાં ચેપ લાગવાની શક્યતા સ્ત્રી કરતાં ઓછી હોય છે. તમે સવારે ઊઠી પહેલી વારનું યુરિન એકઠું કરીને એનો રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવો. સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને એની દવા કરાવો. ખાસ ઍન્ટિ-બાયોટિક્સના કોર્સથી આ સમસ્યા આરામથી મટી જઈ શકે એમ છે.

દરેક વખતે યુરિન પાસ કર્યા પછી એ ભાગને ચોખ્ખા પાણીથી સાફ કરીને કોરો કરવાની આદત રાખવી. સમાગમ વખતે પીડા અને ઘર્ષણ ટાળવા માટે તમારે ફોર-પ્લેમાં પૂરતો સમય ગાળવો. યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશન આવે એ પછી જ યોનિપ્રવેશ કરવો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…