OMG: જુડવા બહેનો પરંતુ માતા અલગ-અલગ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર..?

78

જુડવા બાળકોનો જન્મ થાય તે કઈ નવું નથી પરંતુ અમેરિકાનો આ કેસ જરા આશ્ચર્યજનક છે. અહીં જુડવા બાળકોનો જન્મ તો થયો પરંતુ તેને જન્મ આપનારી માતા અલગ અલગ હતી. આ કહાની અમેરિકાની 31 વર્ષીની મહિલા કેલ્સી પીયર્સની છે. જે અગાઉ માતા બની શકતી ન હતી. કેલ્સીએ અનેક પ્રયાસ કર્યાં પરંતુ શારીરિક તકલીફોને કારણે તે ગર્ભધારણ કરી શકતી ન હતી. આથી કેલ્સીની માતાએ તેની પુત્રી માટે પોતે ગર્ભધારણ કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ વાત તે એ છે કે, આ દરમિયાન કેલ્સી પણ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.

કેલ્સીને મેડિકલની મદદ પછી પણ ગર્ભધારણમાં સફળતા મળતી ન હતી. ત્યારબાદ કેલ્સીએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે, કેલ્સીનું ઑસ્ટ્રેજન સ્તર ખૂબ જ ઓછું છે, તેથી તે બાળક સંભાળવા માટે શારીરિક રીતે તૈયાર નથી. ડૉક્ટરને તપાસ દરમિયાન ખબર પડી કે, કેલ્સીના ફેલોપિયન ટ્યૂબ્સમાં બ્લૉકેજ છે. પોતાની દીકરીનું દર્દ તેની માતાથી ન જોવાયું તેથી તેની 52 વર્ષની માતા લીસા રદરફોર્ડ પણ મિશિગનથી અહીં આવી પહોંચી હતી.

લીસાએ એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે, કેવી રીતે એક 50 વર્ષીય મહિલા દ્વારા તેની દીકરી માટે ગર્ભધારણ કરવામાં આવ્યું હતું. ધ મિરરના રિપોર્ટ પ્રમાણે કેલ્સીએ જણાવ્યું કે, તેની માતાએ આવી જ રીતે મદદ કરવાની વાત કરી હતી. કેલ્સીએ શરૂઆતમાં માતાની વાતને મજાકમાં લીધી હતી પરંતુ પછી તેણે માતાના કહેવા પર પુર્નવિચાર કર્યો હતો.

લીસાને કેલ્સી અને તેના પતિ કાઇલના બાળકોના એમ્બ્રિઓ આપવામાં આવ્યા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે, માર્ચ મહિનામાં કેલ્સી પણ ગર્ભવતી થઈ ગઈ હતી. આ દરમિયાન તેની માતા પણ ગર્ભવતી થઇ. અને માતા તેમજ દીકરી બંને ગર્ભવતી હોવાના સમાચાર સામે આવ્યા હતા. થોડા સમય પહેલા જ બંને મહિલાઓએ બે બાળકીઓને જન્મ આપ્યો છે. બંને બાળકીના જન્મ અલગ અલગ મહિનામાં થયા છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…