આગલા જન્મમાં તમે માનવી તરીકે જન્મશો કે કોઈ બીજા જીવ તરીકે ? આ રીતે જાણો એક ક્લિક પર

149

ધર્મગ્રંથના આધાર પર પુનર્જન્મથી જોડાયેલા કેટલાંક રહસ્યોને સમજી શકાય છે. જેમાં વર્ણન છે કે કેવા કર્મ કરવાથી કેવો જન્મ મળે. અનેક ધર્મગ્રંથોમાં વ્યક્તિના પુનઃજન્મ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ અને કથાઓ છે.

પતંજલિ યોગસૂત્ર અનુસાર
ક્લેશમૂલઃ કર્માશયો દૃષ્ટાદૃષ્ટ જન્મનેદનીયઃ ।
સતિમૂલે તદિપાકો જાત્યામુર્ભોગાઃ ।।

જ્યારે મનુષ્ય શરીરનો ત્યાગ કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તો તેના જ્ઞાન અને કર્મ તેની આત્માની સાથે ચાલે છે અને તેના આધારે મનુષ્યનો પુનર્જન્મ થાય છે. જો કોઈ વ્યક્તિના પૂર્વજન્મના કર્મ સારા હોય તો તેને ઉત્તમ યોનિ, આયુ અને યોગની પ્રાપ્તિ થાય છે.

કઠોપનિષદ પ્રમાણે
યોનિનન્યે પ્રપધન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનું સંયન્તિ યથાકર્મ યથાશ્રૃતમ્ ।
સંસારના તમામ જીવોને તેમના જ્ઞાન અને કર્મના આધાર પર જ અલગ અલગ યોનિઓમાં જન્મ મળે છે. એ આધાર પર કેટલાંકનો પુનર્જન્મ તો કેટલાંકને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શ્રીમદભાગવત ગીતા અનુસાર
મનુષ્ય પોતાના મૃત્યુના સમયે જે વાતોને યાદ કરે છે જે હર સમયે તેની અંદર ચાલતી રહેતી હોય છે. મરતે સમયે તે જે જે ભાવનું સ્મરણ કરે છે તે ફરીથી પુનઃ જન્મ થવા પર એ ભાવને પ્રાપ્ત કરે છે.

મહાભારત અનુસાર
મનુષ્ય જો શુભ કર્મ કરે તો તેને દેવતાઓની યોની પ્રાપ્તિ થાય છે. અને તેના પાપ-પુણ્યનું મળતું સ્વરૂપ તે આવતા જન્મમાં ધારણ કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…