ભગવાન હોવા છતાં શ્રી કૃષ્ણે કેમ કરવી પડી માખણની ચોરી? જાણો એક ક્લિક પર આ રસપ્રદ કથા

74

મિત્રો, તમે બધા કૃષ્ણલીલા જાણતા જ હશો, તે ગોપીઓને હેરાન કરતાં અને ગામના લોકોનું માખણ ચોરીને ખાતા હતા. પરંતુ તેના ઘરે પણ ઘણું માખણ બનતું હતું છતાં તેઓ માખણની ચોરી કરીને ખાતાં હતા. તો આજે આપણે તેનું કારણ જાણીશું. ચોરી ખરાબ બાબત છે, પણ કૃષ્ણની માખણચોરી સામાન્ય ચોરી નથી. એ ખરાબ બાબત નથી. બાળકૃષ્ણની આ લીલા આપણને એક સંદેશો આપે છે.

ગોપીઓના ઘરે જઈને તે દહીં-માખણ વગેરેની ચોરી કરે છે એ ભગવાન કૃષ્ણની લીલાનું માધુર્ય છે. કૃષ્ણને માખણ, મિસરી ભાવે છે તે સૌ જાણે છે પરંતુ તેની પાછળ તેમનો એક દિવ્ય સંદેશ પણ છે. માખણ એટલે કોમળતા અને મિસરી એટલે માધુર્ય. એમ, આપણા સ્વભાવમાં કોમળતા હોય અને મધુરતા હોય તો કૃષ્ણને એ વાત ગમે છે. તો હે મિત્રો, આપણા સ્વભાવમાં કઠોરતા અને કટુતા હોય તે પ્રભુને ગમતું નથી.

ભક્તોના મધુર અને કોમળ બનવાની પ્રેરણા આપવા માટે ભગવાન આ બધી લીલા કરી હતી. હજુ તો માંડ કાલુંઘેલું બોલતાં શીખેલા બાલકૃષ્ણે માટી ખાવાનું શરૂ કર્યું. એ જોઈને કોઈ પણ સામાન્ય માતાને થાય તેવી ચિંતા માતા યશોદાને ચિંતા થઈ કે માટી ખાવાથી કૃષ્ણ બીમાર પડશે તો? આવામાં, એક વાર જ્યારે કૃષ્ણે માટી ખાધી ત્યારે યશોદાએ એમને પૂછયું, તેં માટી ખાધી?

કૃષ્ણ કશું બોલ્યા નહીં. એમણે ફ્ક્ત મોં ખોલ્યું. અને માતાએ શું જોયું? એ મુખમાં તો આખું બ્રહ્માંડ હતું. માતા યશોદાને સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ બાળક નથી. આ તો સમગ્ર વિશ્વના સ્વામી છે. માતા યશોદાને સમજાયું કે જેને કૃષ્ણ મળ્યા તેને આખું વિશ્વ મળી ગયું એવું કૃષ્ણ કહેવા માગે છે. યશોદાજીને સમજાયું કે તેમને કૃષ્ણની માતા બનવાનો અવસર મળ્યો તે કેટલી મોટી વાત છે.

આપણે સૌ પણ કૃષ્ણને ચાહીએ તો કૃષ્ણ આપણા બની રહે અને કૃષ્ણ આપણા બની રહે તો સમગ્ર વિશ્વ આપણું બની રહે. છે ને મોટી વાત!

પૂતનાનો વધ શા માટે?
કંસે કૃષ્ણને મારવા માટે પૂતના નામની રાક્ષસી મોકલેલી. પૂતના કોણ છે? જે પવિત્ર નથી તે પૂતના છે. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. આપણી પવિત્ર વૃત્તિને જે કચડી નાખે તે છે પૂતના. પાપ એટલે પૂતના. એ કૃષ્ણને સ્તનપાન કરાવવા આવી. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ હતું. તે રાત્રે જ બહાર નીકળતી. પાપ જ્યારે પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે. એટલે પૂતનાને ઓળખવી મુશ્કેલ હતી, પરંતુ કૃષ્ણે તેને ઓળખી કાઢી અને તેનો નાશ કરીને અસલમાં તેને મુક્તિ અપાવી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…