ઠંડી રોટલી ખાવાથી ગણતરીના જ દિવસોમાં શરીરની કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ જાય છે દૂર

129

મિત્રો, તમે બધા જાણતા જ હશો કે ટીફીનમાં બધા ઠંડી રોટલી ખાતા હોય છે, તેનાથી તેઓના વિચાર પણ બદલાય જાય છે કે ઠંડી રોટલી ખાવાથી સ્વાથ્યને ખુબ જ નુકશાન થાય છે છે   પરંતુ તે હકીકત નથી ઠંડી રોટલી ખાવા એ સ્વાસ્થયને નુકશાન નહી પરંતુ ખુબ જ ફાયદાકારણ છે. સવારે કે રાત્રે બનેલી રોટલી જો વધે તો તેનો ઉપયોગ કરવા મંમ્મી પાછળ પડી જતી હોય છે.

પરંતુ કોઈપણ ઠંડી રોટલી ખાવા માટે તૈયાર થતું નથી. ઘરના નાના-મોટા સૌ કોઈને ગરમાગરમ ફુલકાની જ મજા માણવી ગમે છે. ગરમાગરમ રોટલી જેમ મોંમાં પાણી લાવી દે છે તેવી રીતે ઠંડી રોટલી પણ હવેથી તમને ખાવી ગમશે. કારણ કે આજે તમને જાણવા મળશે ઠંડી રોટલી ખાવાથી થતાં લાભ વિશે.

ઠંડી રોટલીનો ઉપયોગ જો નાસ્તામાં ખાસ રીતે કરવામાં આવે તો ગણતરીના જ દિવસોમાં શરીરની કેટલીક ગંભીર સમસ્યાઓ દૂર થઈ જાય છે. વધેલી રોટલીનો ઉપયોગ નાસ્તામાં અને દૂધ સાથે કરવો જોઈએ. પરંતુ આ રોટલી માત્ર ઘઉંના લોટની હોવી જરૂરી છે અને 10થી 12 કલાક પહેલાં બનેલી રોટલી.

બે દિવસ અગાઉ બનેલી રોટલીનો ઉપયોગ કરવો હિતાવહ નથી. તો જાણી લો કે ઠંડી રોટલીનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરવો જોઈએ. રાત્રે બનાવેલી રોટલીને સવારના નાસ્તામાં ડાયાબિટીસ, બીપી, એસીડીટીના દર્દીઓએ લેવી જોઈએ.

રોટલીને દૂધ સાથે લેવાથી અહીં દર્શાવેલી તકલીફો દૂર થાય છે. દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું સુગર લેવલ નિયંત્રણમાં પણ રહે છે. ઠંડી રોટલીનો ઉપયોગ દિવસમાં કોઈપણ સમયે કરી શકાય છે. તેને ખાવાથી શરીરનું તાપમાન પણ નિયંત્રિત રહે છે.

ગરમીમાં જેમને સ્ટ્રોક આવવા જેવી સમસ્યા નડતી હોય તેમણે પણ નાસ્તામાં ઠંડી રોટલી દૂધ સાથે લેવી જોઈએ. કબજિયાત, પેટમાં બળતરા જેવી તકલીફ રહેતી હોય તેમણે નિયમિત રીતે સવારે હુંફાળા દૂધ સાથે રોટલી ખાવી જોઈએ. થોડા જ દિવસોમાં તકલીફ દૂર થઈ જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…