શ્રાવણ માસ રહ્યા છો તો ફટાફટ બનાવો ટેસ્ટી ફરાળી ઢોસા….

1531
Advertisement

શ્રાવણ મહિનો શરૂ છે. શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને પૂજાનો મહિનો ગણાય છે. પરંતુ આ ઉપવાસના મહિનામાં જો ફરાળી ન ખાઇએ તો કાંઇ અધુરુ લાગે. તો આજે આપણે જોઇએ ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ઢોસો (Farali Dhosa).

સામગ્રી

  • 2 કપ મોરયો
  • 1/2 કપ સાબુદાણા
  • 1/2 ચમચી મરીનો ભૂકો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 કપ પાણી
  • 1/2 ખાંડ

આની સાથે તમે કોપરા અને કોથમીરની ચટણી બનાવી શકો છો. જેના માટે તમારે કોથમીર, નારિયેલ ઝીણેલુ, લીલા મરચા, ખાંડ, મીઠું અને લીંબુ જોઇશે. આ બધાને ક્રશ કરીને ચટણી બનાવી લો. આ ચટણી ફરાળી ઢોસા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

  • રીત – 2 કપ મોરૈયો
  • 1/2 કપ સાબુદાણા
  • 1/2 ચમચી ખાંડ નાંખી

મીક્ષરમાં લોટ જેટલું ઝીણું ક્રસ કરી લેવુ. એક તપેલીમાં આ લોટ લઈ એમાં મીઠું અને પાણી નાખી ખીરું ત્યાર કરી લેવું. પાણી થોડું વધારે પ્રમાણે નાખવુ જેથી ખીરૂ ઢીલુ થઈ જાય. આ ઢોસાના ખીરાને 10થી 15 મિનિટ સેટ થવા દેવુ. પેન ગરમ કરી મીડિયમ તાપે મુકી એના ઊપર તેલ લગાવુ પછી ખીરૂ નાંખી ચઢવા દેવુ. એના ઉપર ઝીણા ઝીણા દાળા થાય એટલે બીજી બાજુ ચડવા દેવું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…