શું તમને પણ સ્કિન એલર્જી થાય છે તો અજમાવો આ રામબાણ નુસખા

44

આપણે જાણીએ છીએ કે, બદલાતી ઋતુમાં સ્કિન એલર્જીની સમસ્યા થવી સામાન્ય હોય છે. પરંતુ આ એલર્જી જ્યારે વ્યક્તિને એક વખત થઇ જાય છે તો પીછો છોડવાનું નામ લેતી નથી. દવાઓ લીધા બાદ પણ એલર્જીની સમસ્યા વારંવાર થતી રહે છે. આજકાલ લોકોમાં એલર્જીની સમસ્યા પ્રદુષણ કે ખાવામાં ભેળસેળના કારણે વધી રહી છે. જેમા સ્કિન એલર્જીનો પણ સમાવેશ થાય છે. સ્કિન એલર્જીમાં ત્વચાનું લાલ થવું અને ખંજવાળ જેવી મુશ્કેલી થઇ શકે છે. જે ધીમે-ધીમે ચામડીના રોગનું કારણ પણ બની શકે છે. એવામાં કેટલાક સહેલા ઘરેલું ઉપાયો અપનાવીને સ્કિન એલર્જીની સમસ્યાથી હંમેશા માટે છૂટકારો મેળવી શકાય છે.

એલર્જીનું કારણ
ઋતુમાં બદલાવ
ધૂળ માટી ઉડવાના કારણે
ખોરાકના કારણે
ડ્રાઇવ સ્કીની એલર્જી

એલર્જીના લક્ષણો
લાલ ડાઘા પડવા
ખંજવાળ આવવી
ફૂલ્લીના લાલ દાણા
બળતરા થવી
અગ્નિ

એલોવેરા-
એલોવેરા જેલ અને કાચી કેરીના પર્પ્નેક્સ મિક્સ કરીને આ લેપ સ્કીન પર લગાવો. આ લેપ લાગવાથી બળતરા, ખંજવાળ, અને લાલ ડાઘાથી છુટકારો મળી શકે છે.

વધારે પાણી પીવું-
સ્કિન એલર્જીથી છુટકારો મેળવવાં એક દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી ફરજીયાત પીઓ. વધારે પાણીનું સેવન તમને સનબર્ન અને ફ્લૂથી બચવામાં મદદ કરી શકે છે.

કપૂર અને નારિયેળ તેલ-
કપૂરને પીસીને તેમા નારિયેળ તેલ મિક્સ કરી પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી લો. આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2 વખત આ પેસ્ટ લગાવવાથી તમારી એલર્જીની સમસ્યા દૂર થઇ શકે છે.

લીમડો-
લીમડો એન્ટી બેક્ટેરિયઅલ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. એલર્જીની સમસ્યાને દૂર કરવામાં લીમડો રામબાણ તરીકે કાર્ય કરે છે. તેના માટે લીમડાના પાનને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને લગાવો. ટૂંક સમયમાં તમારી સ્કિન એલર્જી દુર થઇ જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…