ઘરમાં કોઈ નળમાંથી પાણી ટપકતું હોય તો સમારકામ કરી લેજો, નહીંતર તમારા પરિવાર પર તૂટી પડશે દુઃખના પહાડો

184

વાસ્તુ મુજબ જો વાત કરીએ તો જો રસોડામાં, બાથરૂમમાં અથવા ઘરની અન્ય કોઈ જગ્યાએ નળમાંથી પાણી ટપકતું હોય તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ એ એટલી સામાન્ય હોતી નથી. ઘરમાં કોઈપણ જાતનો નળ અને ટાંકી બંધ કર્યા પછી પાણી ટીંપુ ટીપું થઈને નીચે વહે તો તેના લીધે નકારાત્મક ઉર્જા આવે છે.

આવી સ્થિતિમાં વહેતા પાણીને સારું માનવામાં આવતું નથી. વાસ્તુ મુજબ જે ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય ત્યાં ફાલતુના ખર્ચા વધારે થતાં હોય છે. વાસ્તુ મુજબ ઘરના નળ અથવા ટાંકીમાંથી પાણી ટપકતું હોય તો તરત જ તેનું સમારકામ કરવું જોઈએ, નહીં તો ઘરના પૈસા અને ઘન પણ પાણીની જેમ ફાલતુંમાં વહી જાય છે. વાસ્તુ મુજબ જો ઘરની રસોડામાં નળમાંથી પાણી સતત ટપકતું રહે તો તેને અશુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રસોડામાં અગ્નિનો વાસ હોય છે. જ્યાં અગ્નિ અને પાણી એક સાથે હોય તો મુશ્કેલી અને નકામા ખર્ચમાં વધારો થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશામાં પાણીની ટાંકી રાખવી એ શુભ માનવામાં આવે છે. આ દિશામાં પાણીનું સ્થાન સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ લાવે છે.

વાસ્તુ મુજબ પાણીનો પ્રવાહ સૂચવે છે કે ક્યાંક વધારે પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. તેથી ઘરમાં પૈસા ટકી શકતા નથી અને આર્થિક નુકસાન થવાની સંભાવના વધારે રહે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…