અચાનક રસ્તા પરથી પૈસા મળે તો કરવું આ એક કામ નહીતર…

161

મિત્રો, ઘણીવાર આપણને રસ્તામાંથી પૈસા અથવા કોઈ વસ્તુ મળે છે. ક્યારેક આપણને રસ્તા પર પૈસા મળે તો આપણે વિચારીએ કે શું આનાથી આપણને ફાયદો થશે કે નુકસાન? આ મળેલા પૈસાને સાચવવા કે પછી વાપરવા. આપણે આ પૈસાનો એવો ક્યો ઉપયોગ કરીશું જેનાથી ફાયદો થાય. રસ્તામાં સિક્કો મળવો કે નોટ મળવી અલગ અલગ છે.

કોઈ કામથી જો તમે જઈ રહ્યા હો અને પૈસા મળે કે રસ્તામાં ઘરે આવતા હો ત્યારે પૈસા મળે આ બંનેની અસર અલગ અલગ જોવા મળે છે. જો તમને રસ્તા પરથી સિક્કો મળે તો એ વાતનો સંકેત આપે છે કે તમારા પૂર્વજો અને પિતૃઓના આશિર્વાદ તમારી સાથે છે.

તમે જે કામ માટે પ્રયાસો કરો છો તે ટૂંક સમયમાં પુરૂ થશે. તમારી પુરી લગન અને મહેનત લગાવી દેવાથી તમારા કાર્યમાં સિદ્ધિ મળશે. તમારી પ્રગતિ થશે, મહેનત રંગ લાવશે.

નોટ મળવાનો અર્થ
રસ્તામાં જો તમને નોટ મળે તો એનો અર્થ છે જે કારણે તમે હાલ માનસિક બેચેની અનુભવો છો તેમાંથી બહાર નીકળી શકશો. નોટ મળશે એ દર્શાવે છે કે તમારે તમારી અંતરાત્માની વાતને સાંભળવી જ રહી. ખુદ પર ભરોસો કરો અને આગળ વધો.

નોટ મળવાથી એ દિશામાં ઇશારો કરે છે કે તમારી પ્રગતિને કોઈ નહી અટકાવી શકે. ઘરે પરત ફરતી વખતે જો તમને પૈસા મળે તો એ દર્શાવે છે કે તમને આર્થિક રીતે મળશે લાભ. તમે યોગ્ય માર્ગે ચાલવાનો પ્રયાસ કરતા રહો. કેટલાક લોકો રસ્તામાં જડેલા પૈસાને મંદિરમાં મુકી દે છે કેટલાક ગરીબ લોકોને દાન કરી દે છે.

કેટલાક લોકો આ પૈસાને પર્સમાં સંભાળીને મુકી દે છે તો કેટલાક લોકો તિજોરીમાં તેને રાખી દે છે. જો ઘરે જતી વખતે પૈસા મળે તો ઓફિસ કે વ્યવસાયના સ્થાને રાખી દો. ઓફિસમાં રાખેલ આ પૈસા તમારી પ્રગતિ કરાવશે. આ પૈસાને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થશે નહી. તમે ઇચ્છો તો આ પૈસાને પર્સમાં રાખી શકો છો. જો કે આ પૈસાને ક્યારેય વાપરવા નહી. આ પૈસાનું દાન પણ ન કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…