બોયફ્રેન્ડ સાથે સંભોગ વખતે મારા સ્તનમાંથી દૂધ નીકળે છે, હું પ્રેગ્નન્ટ થઈ જઈશ?

373

મિત્રો, ઘણી છોકરીઓ પ્રેગ્નન્ટ ના હોય તો પણ જયારે તેનો જીવનસાથી અથવા બોયફ્રેન્ડ તેના સ્તનને ચુશે ત્યારે તેને દૂધ નીકળતું હોય છે. તો અમે તમને આ વાત પર જણાવવા જઈ રહ્યાં છીએ. કે શા માટે આવું થાય છે. મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારા બૉયફ્રેન્ડ સાથે ત્રણેક વાર ફિઝિકલ સંબંધો રાખ્યા હતા, પણ દરેક વખતે અમે કૉન્ડોમ વાપરેલું. એ સિવાય બને ત્યાં સુધી અમે ઓરલ સેક્સ અથવા પરસ્પર હસ્તમૈથુન જ કરીએ છીએ.

જોકે ૧૫ દિવસ પહેલાં અમે ઇન્ટિમેટ થઈ રહ્યાં હતાં ત્યારે મેં જોયેલું કે મારી બન્ને બ્રેસ્ટમાંથી સફેદ પાતળું પાણી જેવું પ્રવાહી નીકળેલું.  મારા બૉયફ્રેન્ડનું કહેવું છે કે એ દૂધ જેવું હતું. મને પ્રેગનન્સી જ ન રહી હોય છતાં બ્રેસ્ટ-મિલ્ક નીકળે એવું કેવી રીતે શક્ય છે? મારાં પિરિયડ્સ પહેલેથી જ અનિયમિત રહે છે.

અમે છેલ્લે ઇન્ટરકોર્સ કર્યો એ પછી પિરિયડ્સ આવી ગયા છે. તો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની જરૂર ખરી? મને બ્રેસ્ટમાં દબાવવાથી ક્યાંય ગાંઠ કે કડકપણું નથી લાગતું. હા, ક્યારેક હેવીનેસ ફીલ થાય છે, પણ માસિક આવી જતાં ભારેપણું ચાલી જાય છે. બ્રેસ્ટ-કૅન્સરનાં લક્ષણોમાં આવું થાય? આવું આ પહેલાં ક્યારેય નથી થયું.

પ્રેગ્નન્સી અને ડિલિવરી વિના બ્રેસ્ટમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ. એનું કારણ શું છે એનું ચોક્કસ નિદાન થવું જરૂરી છે. અલબત્ત, તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ કૅન્સર જ છે એવું માનીને ડરી જવાની જરૂર નથી. તમારું માસિકચક્ર ખોરવાયેલું છે એ બતાવે છે કે શરીરમાં હૉમોર્નલ અસંતુલન છે. ઘણી વાર પ્રોલેક્ટિન હૉમોર્ન્સનું પ્રમાણ નૉર્મલ કરતાં વધી જાય છે ત્યારે આવું થઈ શકે છે.

હૉમોર્ન્સનું પરીક્ષણ તેમ જ બ્રેસ્ટનું ફિઝિકલ ચેક-અપ કરાવો. કેટલીક હૉમોર્નલ ટેસ્ટ કરાવવી જરૂરી છે અને જો ડૉક્ટરને જરૂરી લાગશે તો બ્રેસ્ટ-કૅન્સરના નિદાન માટે મૅમોગ્રાફી કરાવવાનું સૂચવી શકે. તમારું માસિકચક્ર નિયમિત થાય એ માટે પણ આ સમસ્યાનું નિવારણ જરૂરી છે.

આ હૉમોર્ન્સનું પ્રમાણ ડિલિવરી દરમ્યાન વધે છે અને બ્રેસ્ટમાં મિલ્ક બનાવવાની પ્રક્રિયા ગતિમાન કરે છે. ઘણી વાર પ્રેગનન્સી સિવાય પણ હૉમોર્ન્સ વધી જાય છે જે ઍબ્નૉર્મલ લક્ષણો પેદા કરે છે. આ હૉમોર્ન વધુ માત્રામાં હોય તો પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ પડી શકે છે. જાતે જ ધારણાઓ બાંધી લેવાને બદલે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…