જો તમે શ્રાવણમાસ રહ્યા હોય તો ઉપવાસ માટે બનાવો આ ટેસ્ટી અને ઝડપથી બને તેવી વાનગી…

895

શ્રાવણ મહિનો કર્યો હોય અને જો હાંઢવો ખાવાની ઇચ્છા થઇ હોય તો આજે અમે તમારા માટે ફરાળી હાંઢવાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલો અને ઝડપથી બની જાય છે. ખાસ કરીને આ હાંઢવો તમે ઉપવાસમાં પણ ખાઇ શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી હાંઢવો..

સામગ્રી

 • 1 નંગ – બટેટાનું છીણ
 • 1 કપ – પલાળેલા સાબુદાણા
 • 1/2 કપ – શિંગોડાનો લોટ
 • 1/2 કપ – રાજગરાનો લોટ
 • 2 ચમચી – સિંગદાણાનો ભૂકો
 • 1 ચમચી – દહીં
 • જરૂરિયાત મુજબ ખાંડ
 • 1 ચમચી – જીરું અને તેલ
 • 4 – 5 લીમડાના પાન
 • 1 ચમચી – લાલ મરચું
 • 1/2 – ચમચી કળામારી નો ભૂકો
 • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત…

સૌ પ્રથમ ઉપરની દરેક સામગ્રી મિક્સ કરીને પાણી ઉમેરી લો હવે તેનું જાડુ ખીરૂ તૈયાર કરો. હવે ગેસ પર કઢાઇ ગરમ કરો. તેમા એક ચમચી તેલ ઉમેરી તેમા જીરૂ ઉમેરો. હવે તેમમા લીમડો ઉમરો. ત્યાર બાદ તૈયાર ખીરાને પુલ્લાની જેમ પાથરી લો. ગેસની આંચ ધીમીલ કરી ડીશ ઢાંકી લો. પાંચ મિનિટ બાદ તેને બીજી સાઇડથી શેકી લો. તૈયાર છે પુલ્લા સ્ટાઇલમાં ટેસ્ટી ફરાળી હાંઢવો..

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…