દેવતાઓના સેનાપતિ મંગળ ગ્રહનું પ્રાગટ્ય કઈ રીતે થયું હતું? જાણો તેની રહસ્યમય કથા

68

ભારત દેશ એક ધાર્મિક દેશ કહેવામાં આવે છે. જ્યાં પૂજા, પાઠ વગેરેમાં લોકો ખુબ જ માને છે, અને દેવી-દેવતાઓમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. પરંતુ આપણો દેશ ગ્રહોના પણ મંદિર બનાવે છે અને તેની પૂજા કરે છે. મંગળ ગ્રહ એટલે પરાક્રમ કારક ગ્રહ મંગળને દેવતાઓનો સેનાપતિ કહેવામાં આવે છે. ધરતીપુત્ર મંગળ કુંડળીમાં મહત્વનો ભાગ ભજવે છે.

જો કે મંગળ એ પૃથ્વી જેવી જ સપાટી ધરાવતો ગ્રહ છે, આ ગ્રહ પર જ્વાળામુખીથી માંડીને ખીણો, રણ અને ધ્રુવીય બર્ફીલા શિખરો આવેલા છે, પરંતુ મનુષ્યનું આ ગ્રહ ઉપર રહેવું અશક્ય છે. આજે આપણે મંગળદેવના એક એવા મંદિરની વાત કરીશુ જે ખુબજ ખાસ છે. કેમકે આ એવુ સ્થાન છે જ્યાં શિવજીની કૃપાથી મંગળદેવની ઉત્પતિ થઇ હતી. તો ચાલો જાણીએ આજે મંગળ ગ્રહની ઉત્ત્પત્તિ વિશે.

મંગળ ગ્રહ લાલ રંગ ધરાવે છે તેનુ રહસ્ય આ મંદિર સાથે જોડાયેલુ છે. દેશના દરેક ખુણેથી અહીં મંગળ દોષની પૂજા કરવામાં આવે છે. આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા ઉજ્જૈનમાં સ્થિત છે. આ મંદિરને મંગલનાથ મંદિરથી ઓળખવામા આવે છે. પુરાણો અનુસાર, ઉજ્જૈન શહેરને મંગળની જનની કહેવામાં આવે છે.

અર્થાત્ મંગળ દેવનો જન્મ અહીં થયો છે. મંગલનાથ મંદિરની માન્યતા છે કે આ મંદિરની એકદમ ઉપર આકાશમાં મંગળ ગ્રહ સ્થિત છે. મત્સ્યપુરાણ અને સ્કંદપુરાણ વગેરેમાં મંગળ દેવને લગતા વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ મુજબ, મંગળ દેવનો જન્મ ઉજ્જૈનમાં જ થયો હતો અને મંગળનાથ મંદિર તે સ્થાન છે જ્યાં ભગવાનનું જન્મ સ્થાન છે.

જેના કારણે આ મંદિરમાં દૈવીય ગુણો માનવામાં આવે છે. સ્કંદ પુરાણના અવંતિકા ખંડ મુજબ, શિવજીએ અંધકાસુર નામના રાક્ષસને વરદાન આપ્યુ હતું કે તેના લોહીમાંથી સેંકડો રાક્ષસોનો જન્મ થશે. વરદાન પછી આ રાક્ષસ અવંતિકામાં તબાહી મચાવી દીધી. ત્યારે ડરેલા લોકોએ શિવજીને પ્રાર્થના કરી. શંભુએ પોતે ભક્તોના સંકટને પહોંચી વળવા માટે અંધકાસુર સાથે લડ્યા હતા.

બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થયું. શિવજીનો પરસેવો વહેવા લાગ્યો. રુદ્રનો પરસેવો નીકળવાને કારણે ગરમીથી ઉજ્જૈનની પૃથ્વી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી અને અહીંથી જ મંગળનો જન્મ થયો હતો. શિવે રાક્ષસનો વધ કર્યો અને નવા બનાવેલા મંગળ ગ્રહે અસુરના રક્તાના ટીપાંને સમાવી લીધા. કહેવાય છે કે આથી જ મંગળની ભૂમિ લાલ રંગની છે. આવી રીતે થયો હતો મંગળ ગ્રહનો જન્મ. ત્યારેબાદ લોકો તેની પૂજા કરવા લાગ્યાં.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…