શું તમે લોકો જાણો છો મચ્છર કરડવા પર ખંજવાળ કેમ આવે છે? 

66

શું તમે લોકો જનો છો કે, મચ્છર કરડવા પર ખંજવાળ કેમ આવે છે. મચ્છરો કરડવાથી ઘણા રોગો થાય છે. અને વરસાદનાં લીધે મચ્છરોમાં વધારો થાય છે. ભલે મચ્છરનો આકાર બહુ જ નાનો હોય છે. પણ તે કરડવા શરીર પર બહુ જ અસર થાય છે તેમજ ચકામા પડે છે. તે જગ્યા પર ખંજવાળ આવે છે. પણ શુ તમે લોકો ખંજવાળ આવવા પાછળનું કારણ જાણો છો. તો ચાલો જાણીએ કે મચ્છર કરડવાનાં લીધે કેમ ખંજવાળ આવે છે.

મચ્છર કરડવાથી તે જગ્યાએ ખંજવાળ કેમ આવે છે?
આજે તમને લોકોને જાણીને હેરાની થશે કે, નર મચ્છર ક્યારેય પણ કરડતા નથી. આ કામ તો ફક્ત માદા મચ્છર જ હંમેશા કરડે છે. કેમ કે, માદા મચ્છરને જીવવા માટે ગરમ લોહી મેળવવું જરૂરી છે. તેથી માદા મચ્છર કરડે છે.

ગરમ લોહી વાળા ખાસ કરીને જાનવરોનાં શરીર પર વાળ હોય છે. તેથી લોહી પીવું મચ્છર માટે સહેલું નથી હોતું જ્યારે વ્યક્તિનાં શરીર પર ઓછી માત્રામાં હોય છે. જેને પાર કરીને મચ્છરનાં ડંખ સ્કીનમાં પહોંચી શકે તેથી મચ્છર મનુષ્યનાં શરીરનું લોહી પીવે છે.

મચ્છર કરડવાથી આવતી ખંજવાળનું ખાસ કારણ
માદા મચ્છર જ્યારે લોહી પીવા એનો ડંખ આપણા શરીરમાં મારે છે. તો સ્કીનનાં ઉપરનાં ભાગ પર છેદ થાય છે. આપણા શરીરની આ વિશેષ ખાસિયત હોય છે કે, છેદ થવા પર લોહી જામે છે.

લોહી જામવા પર મચ્છર માટે લોહી પીવું સંભવ નથી હોતું. તેથી મચ્છર એનાં ડંખથી એવું ખાસ રસાયણ છોડે છે. જે લોહી જામવાથી રોકે છે. આ રસાયણ આપણી સ્કીનમાં પહોંચીને રિએક્શન કરે છે. તેથી ડંખ મારેલા જગ્યા પર બળતરા તેમજ ખંજવાળ આવે છે તેમજ તે સ્થાન પર સોજાનાં લીધે લાલ થાય છે.

મચ્છર કરડવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ મચ્છરની લાળને નિષ્ક્રિય કરવા હિસ્ટામાઇન રસાયણ સ્ત્રાવિત કરવામાં આવે છે. આ બંને રસાયણોનાં રિએક્શનથી જ વધુ માત્રામાં ખંજવાળ આવે છે તેમજ સ્કીન પર આવેલો સોજો મચ્છરે છોડેલ કેમિકલની અસરને ઓછી કરવામાં મદદ કરવા માટે જરૂરી હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…