આવા લોકોને બે વાર લગ્ન થયા પછી જ લગ્નજીવનમાં આવે છે સુખ-શાંતિ…

223

તમે લગ્ન માટે ગમે તેટલા આમતેમ ભટકી લો પણ લગ્ન ત્યાં જ થાય છે જ્યાં નક્કી હોય છે. તેથી, કોઈ પણ લગ્ન ખોટા કે કોઈ પણ સાચા નથી હોતા. આપણે બધા જ સુખી દાંપત્ય જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. કહેવાય છે કે લગ્નનું સીધું કનેક્શન આપણા સંસ્કાર સાથે હોય છે. જો વૈવાહિક જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેની પાછળનું કારણ શોધીને તેનું નિવારણ કરવું જોઈએ.

એક વ્યક્તિની કુંડળી માંગલિક હોય અને બીજાની કુંડળી ન હોય તો…
પતિ-પત્નીએ ઘરે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ સિવાય જે માંગલિક છે તેણે સલાહ લેવી જોઈએ અને એક મોતી પહેરવું જોઈએ. આવી સ્થિતિમાં પતિ-પત્નીએ વર્ષમાં એકવાર રુદ્રાભિષેક કરવો જોઈએ.

  • આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડાઓ થાય છે.
  • જે વ્યક્તિ માંગલિક નથી, તેના જીવનમાં દેવું અને પૈસાની ખોટની સમસ્યા આવી શકે.
  • કેટલીક વાર હિંસા, ચર્ચા અને મુકદ્દમાની પરિસ્થિતિ પણ આવી જાય છે.

જો કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ હોય તો…
સવારે અને સાંજે હંમેશની જેમ ભગવાન શિવની પૂજા કરો. અઠવાડિયામાં એક દિવસ ભગવદ્ ગીતા વાંચો. તામસિક આહારનો ત્યાગ કરો. આવી સ્થિતિમાં એ વ્યક્તિ જ ઉપાય કરશે કે જેની કુંડળીમાં દોષ છે.

  • આ યોગ હોય તો બે લગ્ન થવાની સંભાવના છે.
  • ચારિત્ર્યની ખામી અથવા વિશ્વાસના અભાવને કારણે પ્રથમ લગ્ન તૂટી જાય છે
  • જેની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ છે, તેના જીવનસાથીની કુંડળીમાં જીવન પર પણ સંકટ આવી જાય છે.

જો કુંડળીમાં ગ્રહોની મિત્રતા હોય નહી…

  • બન્ને બિનજરૂરી રીતે એકબીજા સાથે બબાલ કરે છે
  • નાની નાની બાબતોમાં ઝઘડો થાય છે
  • જો ગ્રહ મૈત્રીપૂર્ણ ન હોય તો પતિ-પત્નીના વિચારો મળતા નથી

ઉપાય: આવી સ્થિતિમાં પતિ-પત્નીએ તેમનું નામ ગ્રહ મૈત્રી વાળુ કરી નાંખવું જોઈએ. સાથે જ તે જ નામ દ્વારા એકબીજાને બોલાવવાનું રાખવું જોઈએ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…