બટેટામાં રહેલા ગળપણને દૂર કરવાની શાનદાર ટિપ્સ, જાણો એક ક્લિક પર

31

બટેટાનું શાક એટલેનાના-મોટા સૌ કોઈને પસંદ હોય છે. બટેટા એક એવું શાક જેને રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા તમામ લોકોને બટેટા તો ભાવે જ બટેટાથી અલગ અલગ પ્રકારના શાક બને છે. ફરાળી વાનગીઓથી લઈને સાદી રસોઈમાં બટેટાનો ભરપુર ઉપયોગ થાય છે.

બટેટાની વિશેષતા એ છે કે તે કોઈ પણ શાકમાં નાખી શકાય છે. આપણે એક સાથે 2થી 3 કિલો બટેટા એક સાથે ખરીદી લઈએ છીએ. આમાંથી ક્યારેક ક્યારેક એવું થાય છે કે આ બટેટા ગળ્યાં નીકળે છે. આવા બટેટાનો ઉપયોગ કરવાથી રસોઈનો સ્વાદ બગડી જાય છે.

હવે આવા બટેટાની મિઠાસ દુર કરવા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. સૌ પ્રથમ બટેટાને સરખી રીતે ધોઈ લો. એક મોટા વાસણમાં પાણીમાં મીઠું , 2-3 ચમચી વિનેગર નાંખો. 1થી 2 કલાક તેમાં બટેટાને રાખી દો. પાણીમાંથી બહાર કાઢી સુકવી દો.

આવું કરવાથી બટેટામાં રહેલું ગળપણ ઓછુ થઈ જશે. શાક બનાવો તે પહેલા બટેટાને સ્લાઈસમાં કાપી લો. એક વાસણમાં 2થી 3 ચમચા મીઠા સોડા અને પાણી ભેળવી દો. તેમાં બટેટાને 15-20 મિનિટ રાખો. ત્યારબાદ બટેટાની કાતરીને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

આ રીતે બટેટાનો સ્વાદ સરખો થઈ જશે અને તમારી ચિપ્સ પણ સ્વાદિષ્ટ થશે. બટેટા વધારે ગળ્યા લાગે તો આવા શાકમાં ટમેટા, લીંબૂનો રસ સરખો નાંખો આનાથી ખટાશના કારણે ગલપણ ઓછુ થશે અને સ્વાદ પણ સારો આવશે. આલૂ પરાઠા બનાવી રહ્યા છો તો તેમાં થોડી કસુરી મેથી નાખી દો.

આમચુર પાવડરથી પરોઠાનો સ્વાદ બમણો થઈ જશે. બટેટા બાફો ત્યારે થોડું મીઠુ નાખી દો, આનાથી સ્વાદ સરખો થઈ જશે. કચોરીમાં બટેટાનો ઉપયોગ કરો ત્યારે બટેટાના માવામાં થોડો સેકેલો ચણાનો લોટ નાખવાથી કચોરીનો સ્વાદ વધી જશે. જો બટેટાની છાલ કાઢી પાણીમાં એક ચમચી વિનેગર નાખી ઉકાળશો તો તે જલ્દી ચડી જશે અને કાચા પાકા નહી રહે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…