સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી હોય છે ગિલોયના પાન, તેનો ઉપયોગ બધા જ રોગો માટે છે રામબાણ ઈલાજ

1175
Advertisement

આયુર્વેદમાં, કડવા સ્વાદ વાળા ગિલોયને અનેક રોગોની સારવારમાં ઉપયોગી વનસ્પતિ કહેવામાં આવે છે. ગિલોય સામાન્ય રીતે રસ, ઉકાળો, પાવડર અથવા ગિલોય વાટી તરીકે વપરાય છે.

ગિલોયમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ તત્વ શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને લોહી સાફ કરે છે. શરીરને શક્તિ પણ પૂરી પાડે છે. ગિલોયના 4-6 ઇંચ લાંબી દાંડીની છાલ નાખો અને તેને અડધા પાણી સાથે ગ્રાઇન્ડરમાં નાખો, હવે તેને સારી રીતે ગાળી લો અને એક ચમચી મધ મિક્સ કરો અને સવારે ખાલી પેટ પર પીવો. તમને ઘણા લાભ મળશે.

શરદી-તાવ
ગિલોયનો ઉપયોગ ફાયદાકારક છે આ વરસાદની ઋતુમાં જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા તાવના કારણે લોહીની પ્લેટલેટ ઓછી થાય છે ત્યારે એક કપ પાણીમાં ચારથી છ ઇંચ લાંબી ગિલોયની દાંડી મૂકો. પાણી અડધુ રહે ત્યાં સુધી ઉકાળો પછી બનેલા આ ઉકળામાં મધ મેળવીને પીવાથી વારંવાર પીવાથી તાવ સારો થઈ જાય છે. જ્યારે પ્લેટલેટ ઓછી હોય છે, ત્યારે ગિલોય અને એલોવેરાના જ્યુસનો રસ મેળવીને તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.

2 પ્રકારની ડાયાબિટીસમાં અસરકારક
હાયપોગ્લાયકેમિક એજન્ટ હોવાને કારણે ગિલોય બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડે છે. લવિંગ, આદુ, તુલસી નાખીને બનાવેલા ગિલોયનો ઉકાળો બનાવી તેનું સેવન કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…