ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી મામલે ફરી ખળભળાટ મચ્યો, વડતાલ ગાદીના 13 સંતોએ કર્યું એવું કામ કે…!

2566
Advertisement

વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે. કોઠારી સામે ફિટકારની લાગણી વરસી છે. જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે.વડતાલ મંદિરની આ શરમજનક ઘટના બહાર આવતા હરિભક્તોમાં અને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

વડતાલ ગાદીના કેટલાક પાખંડી સાધુ સંતોના કારનામાં સમયાંતરે  બહાર આવતા રહે છે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીએ સતત શિષ્ય એવા વેદાંત વલ્લભદાસનું શારિરીક શોષણ કરીને અસહ્ય પાપલીલાઓ આચરીને પવિત્ર એવી મંદિરની ભુમિને પણ કલંકિત  કરવાનુ કૃત્ય કર્યુ છે. સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના પ્રકરણમાં આરોપી લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીની  મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. તેઓનો ભાંડો ફુટયા બાદ વિવાદ વધુ વકર્યો  છે. ઘનશ્યામ શાસ્ત્રીની ગુરૂકંઠી પહેરનાર  તેઓના કેમ્પના ૧૩ સંતોએ શાસ્ત્રી સાથે છેડા ફાડતા ખળભળાટ મચી ગયો છે.

જોકે કંડારીકુળના સંતો  હાલમાં વડતાલ મંદિરના સંતનિવાસમાં વસવાટ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. છતાં તેઓના કરેલા કર્મોનો ચહેરા  ઉપર પૃાતાપ જરાય વર્તાતો નથી.  ગુરૂના એકપણ લક્ષણો ન હોવા છતાં સંપ્રદાયમાં  સત્સંગીઓની આંખમાં ધુળ નાંખી પાપ આચરનાર ઘનશ્યામશાસ્ત્રીને ૬૦ સંતો અને  પાર્ષદોએ ગુરૂ બનાવ્યા છે. ઘનશ્યામ શાસ્ત્રીના કરતુતોથી વાજ આવેલા સંતોએ તેઓના  જુથ સાથે છેડા ફાડીને અલગ ચોકો રચ્યો છે.

ગુનેગારને પણ શરમાવે તે  રીતે શાસ્ત્રીએ ઉચ્ચ ધર્મસ્થાને બિરાજ્યા હોવા છતાં પોતાના  મલિન ઇરાદાઓ અને કુદૃષ્ટિથી શિષ્ય સમુદાય, સેવારત સંતો  અને અનુયાયીઓના સંતાનોને જાળમા ફસાવી શારિરીક શોષણ કરી પોતાના વાસના સંતોષી છે. તેઓના કૃત્યથી  વ્યથિત સંતોએ શાસ્ત્રી સાથેના સંબંધ, સંપર્ક સદાય માટે  તોડી નાંખવા મન બનાવ્યુ છે. લોયાધામમાં  હવે ઘનશ્યામશાસ્ત્રી કોઇને મ્હોં  બતાવવા લાયક રહ્યા નથી. પરંતુ હવે તેની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…