આ ઘરેલું ઉપાયથી ટૂંક સમયમાં જ તમને સફેદ વાળની સમસ્યાથી મળશે છૂટકારો…

185

વાળને સફેદ થવાથી બચાવવા તમે અવનવી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો. પરંતુ તેનાથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે સફેદ વાળની સમસ્યા દૂર કરી શકો છો. ડુંગળીના ટૂકડાને મિક્સરમાં પીસી લો અને તે બાદ તેનો રસ નીકાળી લો.

અને આ રસથી સ્કેલ્પમાં મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ ઉપયા કરવાથી તમને ફાયદો થવાની સાથે વાળ પણ કાળા થશે. મહેંદી અને મેથીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તે બાદ તેમા છાશ કે નારિયેળ તેલ મિક્સ કરી લો આ ઉપાય કરવાથી મસાજ કરવાથી તમને ફાયદો થશે અને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.

વાળના સારા સ્વાસ્થ્ય માટે શરીમાં સારા ફેટ હોવા જરૂરી છે એવામાં ઓમેગા યુક્ત આહાર તમારી ડાયેટમાં સામેલ કરો. એવોકોડા, સીતાફળ અને અખરોટમાં ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તે સિવાય ઓમેગા 3 યુક્ત ઓઇલ પણ તમારા વાળ માટે ખૂબ ફાયદાકારક છે.

અઠવાડિયામાં બે વખત ઓમેગા યુક્ત હેર ઓઇલથી વાળની મસાજ જરૂર કરો. વાળમાં નિયમિત રીતે તેલ લગાવવું ખૂબ જરૂરી છે. નારિયેળ તેલ અને બદામના તેલને મિક્સ કરીને સ્કેલ્પમાં મસાજ કરવાથી ઘણા ફાયદા થાય છે સાથે જ વાળ પણ લાંબા થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…