કોરોના કાળમાં લગ્ન સમારંભો કરનારાઓ માટે રાજ્ય સરકાર પાસેથી આવ્યા ખાસ સમાચાર, જાણો

153

દિવાળીથી ગુજરાતમાં પાછો કોરોના ખુબ જ ઝડપથી ફેલાય રહ્યો છે, કોરોના વાઈરસના ચેપના ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે તેને ધ્યાનમાં લઇને અમુક નિયમો બહાર પડ્યા છે જેમાં મહવનો નિર્યણ લગ્ન સમારોહ નો લેવામાં આવ્યો છે.

લગ્ન, સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમા 200ને બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેર સહિત જ્યાં રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સહિત કોઈ પ્રકારના આયોજનો ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે.

મૃત્યુ અને ધાર્મિક વિધીમાં 50 લોકોને પરવાનગી આપવામાં આવી છે. જોકે રાત્રિ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં લગ્ન સમારોહ પર પ્રતિબંધ છે. આ નિર્ણય મંગળવારની રાત્રિથી અમલવારી શરૂ કરાશે. આ વિશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં જાહેર અનલોક- 5ની ગાઈડલાઈનમાં 200 માણસોની હાજરીમાં સામાજીક, ધાર્મિક, રાજકિય સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવા જણાવાયુ હતુ.

આ નિયમ મુજબ પોલીસ દ્વારા મંજૂરીઓ આપવામાં પણ આવતી હતી. જો કે, દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવિડ- 19ના કેસોમાં ઉછાળો નોંધાયો છે. કોવિડ-19ના વાઈરસના સંક્રમણમાં બ્રેક મુકવાની રણનીતિના ભાગરૂપે સરકારે સોમવારે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા આદેશો બહાર પાડયા હતા.

જેના આધારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સાંજે કોવિડ-19 મહામારી સંદર્ભે મળતી કોરગ્રુપની બેઠકમાં ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યા હતા. લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન જરૂરી છે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ એટલે કે 24 નવેમ્બર 2020ની રાત્રિથી રાજ્યભરમાં અમલી બનાવાવામાં આવશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…