સાંઈબાબાના જીવનની આ પાંચ રહસ્યમય વાતો વિશે જાણીને તમે દંગ રહી જશો…

90

લોકો ને દયા પ્યાર સંતોષ મદદ આંતરિક શાંતિ સમાજ કલ્યાણ અને ઈશ્વર ની ભક્તિ નો બોધ દેવા વાળા સાંઈબાબા ના આગળનું જીવન આજે પણ રહસ્ય છે. ઇતિહાસ માંથી મળેલા કઈ દસ્તાવેજો ના આધારે સાંઇબાબા એક બ્રાહ્મણ પરિવાર માં જન્મ્યા હતા જેમને પછી એક સૂફી સંતે ગોદ લીધા હતા પછી તેમને જાતે એક હિન્દૂ ગુરુ ના શિષ્ય છે તેમ કહ્યું હતું સાઈબાબા ને ઘણા લોકો પાગલ સમજતા હતા કઈ લોકો તો એમના પર પથ્થર પણ ફેંકતા એના પછી સાંઈબાબા એ ગામ છોડી દીધું હતું.

એવું મનાય છે કે સૌથી પહેલા સાંઈબાબા શિરડી માં ત્રણ વર્ષ રહ્યા હતા ને પછી એક વર્ષ ગાયબ થઈ ગયા હતા પછી હંમેશા માટે 1858 માં તેઓ શિરડી આવી ગયા હતા. શું તમે જાણો છો સાંઇબાબા શિરડી માં આવ્યા પહેલા કઈ જગ્યા એ રહેતા હતા? શું તમે જાણો છો શિરડીને છોડ્યા બાદ સાંઈબાબા કઈ જગ્યાએ જઈ ને રહ્યા હતા? સાંઈબાબા એક વખત શિરડી છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યા રબાદ એક લગ્નની જાનમાં ફરીથી શિરડીમાં આવ્યા. અને ત્યારબાદ ફરી થી ત્યાં ને ત્યાં રહ્યા હતા.

જી હા મિત્રો આજે અમે આપ ને બતાવવા જઈ રહ્યા છીએ સાંઈબાબાના જીવન સાથે જોડાયેલી અમુક રોચક ઘટનાઓ વિશે કે જેના વિશે કોઈ પણ વ્યક્તિ નહીં જાણતું હોય.સાંઈબાબાના જીવન ઉપર લખાયેલા ત્રણ પ્રમુખ પુસ્તક શ્રીસાંઈબાબાના જીવન ચરિત્ર ઉપર અત્યાર સુધીમાં ત્રણપુસ્તકો લખવામાં આવ્યા છે.

જેની અંદર શ્રી સાઈ ચરિત્ર”, “આ યુનિક સેન્ટ સાઈબાબા ઓફ શિરડી”, અને “સાંઈ દર્શન” નો સમાવેશ થાય છે. આ ત્રણે પુસ્તકોની અંદર સાઈબાબાના સમગ્ર જીવન ચરિત્ર વિશેનું વર્ણન કરવા માં આવ્યું છે. સાઈબાબાનો જન્મ સ્થાનસાઇ બાબાનો જન્મ મહારાષ્ટ્રના પ્રભાણી જિલ્લાના પાથરી ગામની અંદર થયો હતો સાંઈબાબા નો જન્મ 27 સપ્ટેમ્બર 1830 ના રોજ થયો હતો.

સાઈબાબા ના માતા પિતાનું નામ: સાંઈબાબા ના પિતા નું નામ પરશુરામ ભુસારી અને માતાનું નામ અનુસુયા હતું. જેને પાછળથી ગોવિંદ ભાઉ અને દેવકી અમ્મા નામથી પણ ઓળખવામાં આવતા. સાઈ બાબાના વંશજ કોણ હતા: સાઈબાબાના વંશજો આજે પણ ઓ રંગાબાદ નિઝામાબાદ અને હૈદરાબાદની અંદર જીવિત છે. સાઈબાબાના મોટાભાઈ રઘુપતિ અને  તેમના બે પુત્ર હતા. તેમાંના મોટા ભાઈ ના પુત્ર પાસે પાથરી ગામમાં મકાન હતું અને આજે પણ તેના સંતાનો આ ત્રણે શહેરોની અંદર જ રહે છે.

સાઈબાબા નું શિક્ષણ: સાઈબાબાએ ભણતર પાથરી માજ પૂર્ણ કર્યુ હતું. પાથરી ની અંદર રહેલી ગુરુકુલ શાળાની અંદર સાંઈબાબા એ પોતાનું શિક્ષણ લીધું હતું. શિરડીમાં સાંઈબાબા નું આગમન: વૈકૂશાની આગ્ના થી સાંઈબાબા ફરતા ફરતા શીરડી ની અંદર પહોંચ્યા. તે સમયે ગામની અંદર કુલ 450 પરિવાર રહેતા હતા. ત્યાં જઈને સાંઈબાબાએ સૌપ્રથમ ખંડોબા મંદિરના દર્શન કર્યા અને ત્યાં બાજુમાં રહેલા એક લીમડાની નીચે તેણે એક ચબૂતરો બનાવ્યો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…