ક્યાં અંકના જાતકો હોય છે વધારે નસીબદાર જાણો તમારા જન્માંક પરથી…!

399

આ વિજ્ઞાનમાં 1થી 9 અંકનો સમાવેશ કરવામાં આવે છે. ભવિષ્યફળ કથનમાં જ્યોતિષ સિવાય અંકશાસ્ત્ર વિશ્વની સૌથી પ્રાચીન વિદ્યા છે.  જન્મ તારીખ, મહિનો અને વર્ષના આંકડાઓનો સરવાળો કર્યા પછી જે અંક શેષ વધે છે તે વ્યક્તિનો જન્માંક કહેવાય છે. આ અંકના આધારે તમે પણ સરળતાથી વ્યક્તિના સ્વભાવ વિશે પણ જાણી શકો છો.

ex. જો તમારી જન્મ તારીખ 19/7/1998 હોય તો 1+9+7+1+9+9+8= 44, 4+4=8, આવી રીતે જન્માંક થયો 8 તો તે પરથી જાણો તમારું ભવિષ્ય…

1. પ્રથમ નંબરથી જ ગણના શરૂ થાય છે તેથી આ નંબર પ્રગતિનો સૂચક છે. નિરાશામાં ક્યારે કોઈ નિર્ણય નથી લેતા. આ નંબર પ્રધાનના જાતક નેતૃત્વ ગુણ વાળા, ત્યાગની ભાવનાથી ભરપૂર, મિત્રો અને સંબંધીઓના મોટા સમૂહ સાથે હોય છે.

2. પ્રેમ,સુંદરતાના પારખી, ક્લ્પનાશીલ કે બીજાના કાર્યને પ્રાથમિકતાથી નિષ્પાદન કરનારા હોય છે. આ લોકો પોતાનામાં સંપૂર્ણ છે. તેઓ ભાવુક, દરેક કાર્ય નિયમ મુજબ કે સુંદરતમ રૂપેથી કરે છે. તેઓ અન્યના મનની ખબર લેવામાં હોશિયાર હોય છે.

3. ત્રણ નંબર પ્રતિભા અને પરિશ્રમનો પરિયાચક છે. આ અંકવાળા માણસ આર્થિક રૂપે ભાગ્યશાળી નથી હોતા, કારણકે તે ખર્ચીલા સ્વભાવના હોય છે. એની મહત્વકાંક્ષા ઉંચી હોય છે. પોતની ભાવના, વિચાર કે વાતને તે વજનદાર બનાવવામાં તે ખૂબ જ હોશિયાર હોય છે. જીવનમાં એકદમ પ્રગતિની આકાંશા રાખે છે. ઉંચો પદ કે મોટા લાભ મળતા જ તેનો ભરપૂર પ્રયોગ કરે છે.

4. આ નંબર અનિશ્ચિતતાનો પ્રતિક છે. આ અંક પ્રધાનવાળા જાતકોના જીવનમાં કેટલાક રીતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ જાતકોના સ્વભાવ સ્નેહપૂર્ણ હોય છે. જાણકાર લોકો એના આ ગુણોના કારણે એને મુશ્કેલીઓ આપે છે. બધુ સામાન્ય થતા અચાનક કોઈ બાધા કે વ્યવ્ધાન આવી જાય છે. જેથી બધું કરાયલ બગડી જાય છે.

5. પાંચ નંબર વાળા માણસ વાકપટુ ,સચ્ચરિત્ર ઈમાનદાર હોય છે. તેઓ તેજીથી મિત્રતા કરે છે અને આજીવન નિભાવે છે. સ્થિતિયો અનુરૂપ પોતાને ઢાળવું એમની વિશેષતા હોય છે. તે બહુમુખી પ્રતિભા ધરાવે છે. કોઈ પણ કાર્યમાં જોખમ ઉઠાવતા ગભરાતા નથી. પોતાના લક્ષ્યમાં સફળતા મેળવવી એ જ એમનો ધ્યેય હોય છે. સમયનો સદુપયોગ કરવો કોઈ આમની પાસેથી શીખે. એમની નિર્ણય ક્ષમતા અદભુત હોય છે.

6. આ નંબર પ્રધાનવાળા માણસ સૌંદર્યના પુજારી હોય છે. સદા પ્રસન્ન રહેવું એમની ઓળખ હોય છે. વિપરીત સેકસ ના પ્રતિ આકર્ષણ હોવાને કારણે આવા જાતકનું દાંપત્ય જીવન સાધારણ સ્તરનું હોય છે. પોતાને સુંદર રાખવામાં જ એમનો વધારે સમય જાય છે. ઉચ્ચ સ્તરીય આભુષણ,પ્રસાધન સામગ્રી અને વ્યવસ્થિત જીવન શૈલી એમની વિશેષતા છે .ધનનો એમના જીવનમાં અભાવ નહી હોય. મુક્ત હાથેથી વ્યય કરવાની ટેવ હોય છે.

7.આ નંબરના જાતક મૂલત: ભાવુક પરોપકારી મૌલિક કલ્પનાશીલ દાર્શનિક વૃતિવાળા હોય છે.પોતાના નિર્ણયોમાં કોઈની દખલગીરી એને પસંદ નથી હોતી. એ સદા લોકોની ચર્ચાનો વિષય હોય છે. જોખમપૂર્ણ કાર્ય કરવામાં નિપુંણ હોય છે. એમનું ગૃહસ્થ જીવન સામાન્ય હોવા છતાંય તે પોતાના નિર્ણયો અને બુદ્ધિબળ પર પ્રાય: સુખમય જીવન પસાર કરે છે.

8. આ અંક થોડો જટિલ પ્રકૃતિનો છે . આ અંક વાળા જાતક પરિશ્રમી હોય છે પણ છતાંય તેમને પગલે-પગલે મુશ્કેલી અને અવરોધોનો સામનો કરવો પડે છે. એમના જીવનમાં આક્સ્મિક અવરોધો વધારે હોય છે. એમની સંઘર્ષ ક્ષમતા ગજબની હોય છે. પણ એ પોતાની પરેશાની કોઈની સાથે જલ્દી શેયર કરતા નથી. આવા જાતક કયારે પણ મધ્યમાર્ગી નથી હોતા પણ સ્પષ્ટ વિચાર રાખે છે. ઔપચારિક સંબંધોમાં તે વિશ્વાસ નથી રાખતા.

9. પોતાના જીવન સાથી સાથે એમના મતભેદ રહે છે. સ્વાભિમાની હોવાને કારણે મિત્રોની સંખ્યા ઓછી હોય છે. એમની ઈચ્છા હોય છે કે તે જ્યાં જાય ત્યા તેમને માન મળે છે. અંક શાસ્ત્રમાં આ અંક સર્વાધિક બળવાન અંક ગણાયો છે. આ અંકવાળા જાતક શારીરિક અને માનસિક રૂપથી બળવાન હોય છે. વીરતા ,સાહસિક કાર્યના પ્રત્યે નિષ્ઠા,પોતાના નિર્ણયો પર અડગ રહેનારા, નેતૃત્વ કરવાવાળા હોય છે. અનુશાસન પ્રિય હોવા છતાંય તેના નિકટના લોકો તેમનાથી પ્રસન્ન રહે છે કારણ કે દિલથી તેઓ સાફ હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…