ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી આવ્યા ખરાબ સમાચાર, જાણો આ પ્રખ્યાત ડાયરેક્ટરનું થયું અવસાન…

905

દક્ષિણ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડાયરેક્ટર કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈચિ(Sachy) નું ગુરુવારે અવસાન થયું.

ફિલ્મ જગતમાંથી ફરી એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડાયરેક્ટર કેઆર સચિદાનંદન ઉર્ફે સૈચિ (Sachy) નું ગુરુવારે અવસાન થયું. તે 48 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈચિનું મોત કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું છે. કેઆર સચિદાનંદન ઉર્ફે સૈચિ(સચિ) મલયાલમ ફિલ્મ ‘અયપ્પનમ કોશીયમ’ બનાવવા માટે જાણીતા છે.

જાણકારી મુજબ સચ્ચિદાનંદન (KR Sachidanandan) ઉર્ફે સૈચિ (Sachy) ની હાલત છેલ્લા ઘણા દિવસોથી બરાબર નહતી. 16 જૂને હાર્ટ એટેક આવ્યો હતો. અને તેમને કેરળના ત્રિસુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૈચિ ના અવસાન પર સિનેમા જગતમાં શોકનું મોજુ છે. બધા કલાકારો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા ડલ્ક્યુર સલમાને પણ સૈચિના મોતને દક્ષિણ ઇન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન ગણાવ્યું છે અને એક પોસ્ટ પણ શેર કરી છે.

કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈચિ(Sachy) એ પૃથ્વીરાજ સુકુમારન સાથેની ફિલ્મ ‘અયપ્પનમ કોશીયમ’ ની રચના કરી હતી. તેને આ ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મળી. જણાવી દઈએ કે સૈચિએ મલયાલમ ફિલ્મ ‘અનારકલી’ થી શરૂઆત કરી હતી. તેની બીજી ફિલ્મ ‘અયપ્પનમ કોશીયમ’ છે જે બોક્ષ ઓફીસ પર મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ અને બીજુ મેનન મુખ્ય ભૂમિકામાં છે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…