બોલીવૂડ તરફથી આવ્યા ખરાબ સમાચાર, જાણો આ પ્રખ્યાત ફિલ્મ નિર્માતાનું થયું અવસાન…

250

આજે સવારે ફિલ્મ નિર્માતા હરીશ શાહનું નિધન થયુ. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. હરીશ શાહની ગણતરી બોલિવૂડના દિગ્ગજ નિર્માતાઓમાં થતી હતી. તેમની મુખ્ય ફિલ્મો કાલા સોના, મેરે જીવન સાથી, રામ તેરે કિતને નામ, ધન દૌલત, જલજલા, જાલ ધ ટ્રેપનો સમાવેશ થાય છે.

ફિલ્મ નિર્માણ સાથે હરીશ શાહે ફિલ્મ નિર્દેશનમાં યોગદાન આપ્યુ. 1980માં આવેલી ઋષિ કપૂર, નીતૂ સિંહ અને પ્રાણની ડ્રામા ફિલ્મ ‘ ધન દૌલત ‘ થી નિર્દેશન ક્ષેત્રે સિક્કો જમાવ્યો. હરીશે 1988માં ધર્મેન્દ્ર, કરણ કપૂર અને શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ ‘ જલજલા ‘ અને 1995માં આવેલી રેખા, મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ અબ ઇન્સાફ હોગા ‘નું નિર્દેશન કર્યુ. આ ફિલ્મો પછી હરીશ નિર્દેશન ક્ષેત્રથી દૂર થઈ ગયા.

હરીશ શાહે કેન્સર આધારિત ફિલ્મ વ્હાય મી પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે પ્રેસીડેન્ટ એવોર્ડ જીત્યો હતો. છેલ્લા 40 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય હતા હરીશ શાહ. આ દરમિયાન તે શ્યામ રામસે અને તુલસી રામસેના નિર્દેશનમાં 1981માં આવેલી ફિલ્મ ‘હોટલ’ની પ્રોડક્શન ટીમમાં જોડાયા હતા. 1985માં માધવનના નર્દેશનમાં બનેલી ‘ રામ તેરે કીતને નામ ‘ ફિલ્મ નિર્માણમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું.આ ફિલ્મમાં સંજીવ કુમાર, રેખા અને પ્રેમ ચોપડાએ મહત્વની ભૂમિકા નિભાવી. 2003 માં સની દેઓલ, તબ્બુ, રીમા સેન અને અમરીશ પુરીની ફિલ્મ જાલ – ધ ટ્રેપ નિર્માણ કર્યા પછી હરીશે ફિલ્મ જગતથી સંપૂર્ણપણે દૂરી બનાવી લીધી.

હિન્દી સિનેમાએ થોડા સમયમાં જ ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે જેની કાયમી ખોટ રહેશે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…