શું તમે એલ્યુમિનિયમ ફોઇલનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો છો? તો થઈ જાવ સાવધાન નહીંતર…

77

આજની આ ભાગ-દોડ વાળા જીવનમાં લોકો ટીફીન વધારે લઈ જાય છે અમે ખાવાનું ગરમ રહે તે માટે  એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો તે કેટલું નુકશાનકારક છે. તાજેતરના સંશોધન મુજબ, એલ્યુમિનિયમ ફોઇલમાં ભરેલી વસ્તુઓ ખાવાથી હૃદયરોગ અને અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે.

ચાલો તમને એલ્યુમીનિયમ ફોઇલના ગેરફાયદા જણાવીએ.

માનસિક બીમારીઓ
કેટલાક અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે હાઇ એલ્યુમિના ઇનટેક અલ્ઝાઇમર થઈ શકે છે. દરરોજ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ મગજના કોષોનો વિકાસ દર ઘટાડે છે. આમાં પેકેજ્ડ અથવા ફાસ્ટ ફૂડ ખાવાથી તમે અલ્ઝાઇમર અને ડિમનેશિયાં જેવા રોગોનો શિકાર બની શકો છો.

કિડની ફેલ થવાનું જોખમ
એલ્યુમિનિયમ ફોઇલમાં ગરમ ​​ખોરાક પેક કરવાથી, તેમાં રહેલાતત્વો ઓગળે છે અને ખોરાક દ્વારા શરીરમાં જાય છે. જેના કારણે તમારા લિવર અને કિડની ફેલ થવાની શક્યતા વધી જાય છે.

કેન્સરનું જોખમ
જો તમે એલ્યુમિનિયમ ફોઇલમાં તમારા બાળકો માટે ખોરાક પેક કરો છો, તો સાવચેત રહો અને આમ ન કરો. આને કારણે, ખોરાકમાં એલ્યુમિનિયમ ફોઇલના તત્વો રહે છે, જે કેન્સરનું જોખમ રાખે છે.

હાડકાને નુકસાન
એલ્યુમિનિયમ ફોઇલમાં રહેલા વસ્તુના સેવનથી તમારા હાડકા નબળા પડી શકે છે. તેમાં રહેલા ખતરનાક રસાયણોને કારણે હાડકાં નબળા થવા લાગે છે. એટલું જ નહીં, તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…