સાવધાન! વધારે પડતા સ્માર્ટફોનના ઉપયોગથી થઇ શકે છે મગજ અને આંખની આ ગંભીર બીમારી…

179

આપણી આસપાસ શુ થઇ રહ્યું છે કોઇ છે તેની ચિંતા રહેતી જ નથી. શુ તમે જાણો છો કે વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તમારું કરોડરજ્જું ખરાબ થઇ શકે છે. સ્માર્ટફોનનો ઉપયોગ આજના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ બની ગઇ છે. સૂતા, ઉઠતા, બેસતા, જાગતા દરેક સમયે આપણે લોકો ફોનમાં વ્યસ્ત રહીએ છીએ. સ્માર્ટફોનનો વધારે ઉપયોગથી તમને ટેક્સ્ટ નેકની સમસ્યા થઇ શકે છે.

ગરદનમાં દુખાવો થવાના કારણથી તમે વધારે લાંબો સમય સુધી તમારા ફોન, લેપટોપ કે ટેબલેટ પર કામ કરી શકતા નથી. આ સમસ્યા ખાસ કરીને યુવાઓ અને ટીનેજર્સમાં જોવા મળી રહી છે. જે ઘાણા લાંબા સમય સુધી તેમના સ્માર્ટફોનમાં વ્યસ્ત રહેતા હોય છે અને ચેટ કરે છે. આપણી ગરદનની મસલ્સ માથાના વજનને યોગ્ય રીતે રાખે છે.

જે 10-12 પાઉન્ડ હોય છે. કેટલાક લોકો તેમના ફોનમાં જ્યારે વ્યસ્ત રહે છે ત્યારે 60 ડિગ્રી એંગલ પર તેમની ગરદન ઝુકાવીને વાત કરે છે. વધારે લાંબો સમય આ રીતે રહેવાથી આપણા કરોડરજ્જુ પર અસર પડે છે. તેનાથી બચવા માટે તમે ફોનને થોડોક ઉપર તરફ રાખીને વાત કરો.

ફોન તમારી આંખોની બરાબર હોવો જોઇએ, જેનાથી તમારી ગરદન પર કોઇપણ પ્રકારનું પ્રેશર ન પડે. કામની વચ્ચે બ્રેક લેવો પણ ખૂબ જરૂરી છે. ફોનથી થોડીક દૂરી બનાવો અને ફોન પર ચેટ કરતા સમયે તમારા પોશ્ચર પર પણ ધ્યાન રાખો.

જો તમારી ગરદનમાં દુખાવાનો અનુભવ થાય છે તો તેના માટે બેઠા-બેઠા ગરદનની એકર્સાઇઝ કરો. સમય-સમય પર ગરદનને ઉપર-નીચે, ડાબી-જમણી તરફ ફેરવતા રહો. કામના વધારાના સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે તમારી કમર અને ગરદનને સ્ટ્રોન્ગ રાખો. ખભાને સ્ટ્રેચ કરતા રહો. તેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…