મિઝોરમમાં સતત ત્રીજા દિવસે ભૂકંપ, જાણો શું થઈ રહ્યું છે?

184
Advertisement

મિઝોરમમાં બુધવારે સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ પહેલા સોમવારે પણ 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બુધવારે સવારે આઠ વાગ્યાની આસપાસ ચામફાઇ જિલ્લામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ઉત્તર-પૂર્વ રાજ્યના મિઝોરમ રાજ્યમાં બુધવારે સતત ત્રીજા દિવસે આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ રાજ્યના ચામ્ફાઇ જિલ્લાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મંગળવારે રાત્રે અને બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.1 માપાયું હતું. જોકે, ભૂકંપથી હજી સુધી કોઈ જાન-માલના નુકસાનની જાણ નથી.

નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યના ચામફાઇ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના પલટવાર થયો છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે પછી તેની તીવ્રતા 5.3 હતી. તેનું કેન્દ્ર જમીનથી 20 કિ.મી. નીચે હતું. ત્યારબાદ મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે 3.2 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ચામફાઇ જિલ્લાથી 70 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસમોલજીએ આ માહિતી આપી.

વાંચો નવા સમચાર:

મિઝોરમ ઉપરાંત તાજેતરમાં જ આસામ, મેઘાલય, મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. રવિવારે આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…