ભારતીય ભોજનમાં ખીચડી ધરાવે છે એક વિશેષ મહત્વ? જાણો તેનાથી થતા ગજબના ફાયદાઓ

72

ખીચડી એ આપણા દેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ વાનગી લગભગ તમને તમામ ઘરોમા જોવા મળશે. જો તમે તેનું ઠંડીની ઋતુમાં સેવન કરો તો તમને અનેકવિધ ફાયદા થઇ શકે છે. અહીં અમે તમને તેના સેવનથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ વાનગી એ આપણા દેશની લોકપ્રિય વાનગીઓમાંની એક છે. આપણા દેશના લોકો મગની દાળ અને ભાત ને એકસાથે મિક્સ કરી અને ઉકાળીને તેમાં ઘી , સબ્જી અને મસાલા વગેરે ઉમેરીને તેના સ્વાદ અનુસાર બનાવે છે. શિયાળા ની મૌસમમાં વાતાવરણમાં અનેકવિધ પ્રકારના પરિવર્તન આવે છે અને આ ફેરફારો આપણા શરીર થી લઈને જીવનશૈલી સુધીના  હોય છે. આવી સ્થિતિમા આપણે આ ઋતુમા ખાવાની આદતમા પણ ફેરફાર કરવા જોઈએ.

આપણા ભારતીય ભોજનમાં બનતી આ ખીચડી અનેકવિધ સ્વાસ્થ્યપ્રદ પોષકતત્વો જેવા કે કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજો, પાણી અને ફાઇબર ધરાવે છે. આ ખીચડીને દહી, પાપડ, ઘી અને અથાણા વગેરે સાથે પીરસવામા આવે છે. જો ખીચડી સાથે દહીં, પાપડ, ઘી અને અથાણું હોય તો તે વધુ સ્વાદિષ્ટ બને છે.

ખીચડી ના હોય છે અનેકવિધ પ્રકારો :
આ વાનગી તમને અનેકવિધ પ્રકારોમાં મળી રહે છે જેમકે, મૂંગદાળ ની ખીચડી , અળદ દાળની ખીચડી , આખા અનાજ ની ખીચડી , આયુવેર્દિક ખીચડી , મસાલેદાર ખીચડી , ડ્રાયફ્રૂટ ખીચડી , બાજરી ની ખીચડી વગેરે છે.

ખીચડી ના સેવનથી થતા લાભ :
જો આપણે ભારતીય ખીચડી ના લાભ વિશે વાત કરીશુ તો તે પુષ્કળ માત્રામા પોષકતત્વો ધરાવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ દૂર થાય અને આપણુ બોડી પણ ડીટોક્સ રહે છે. તો ચાલો આજે આપણે આ વાનગીના સેવનથી થતા લાભ વિશે માહિતી મેળવીશુ.

ઠંડી ની ઋતુમાં મોટાભાગના લોકો અપચા ની સમસ્યાથી પીડાય છે. જો તમે આ ખીચડી નું નિયમિત સેવન કરો છો તો તમે કબજીયાત, ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો. જો તમે ગરમીની ઋતુમા ખીચડી ખાવ છો, તો તમારે તેને દહી સાથે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.

આજના સમયમા મોટાભાગના લોકો પાસે બેસવાની જોબ હોય છે. જો તમારી પાસે પણ આવી જ નોકરી છે, તો ખિચડી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ વિવિધ દાળ અને કઠોળ સાથે ખીચડી ખાવાથી શરીરના સ્વાસ્થ્ય ને ખુબ જ બહોળા પ્રમાણમા ફાયદો પહોંચે છે.

આ ઠંડીની મૌસમમા ઠંડા વાતાવરણના કારણે ઘણા લોકો કફ , તાવ વગેરેની સમસ્યાથી પીડાતા હોય છે. જો તમે નિયમિત ખીચડી ખાવ છો તો તે જરૂરી બધા જ પોષકતત્વો પૂરો પાડે છે અને તેના કારણે તમારુ શરીર ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. તેનું નિયમિત સેવન તમારું બોડી ડીટોક્સ કરે છે અને તમારા શરીરને કોઈપણ પ્રકારનો ચેપ લાગવા દેતો નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…