શું તમે પણ છાપામાં લપેટેલી વસ્તુઓ ખાઓ છો? તો આજે જ વાંચી લો આ લેખ

55

બધા લોકો બહારનો કોઈ પણ નાસ્તો પેપરમાં રાખીને જ ખાતા હોય છે, જો તમે પણ છાપામાં ખાવા નું લપેટી ને ખાઓ છો તો સાવધાન રહેજો કારણ કે, તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આટલું જ નહીં જો તમે આ વાત ને હળવાશ મા લઈ ને સાવચેતી ના રાખી તો બીમારી જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આપણે અનેક વાર છાપા મા લપેટેલી ખાવા ની ચીજવસ્તુઓ લાવીએ છીએ અને તેનું સેવન પણ કરીએ છીએ.

પરંતુ શું તમને ખ્યાલ છે કે આ વસ્તુ પેટ ભરવાની સાથોસાથ તમને ગંભીર બીમારીઓ નો શિકાર પણ બનાવે છે. તો ચાલો આજે આ લેખ મા આપણે જાણીએ કે શા માટે છાપા મા લપેટેલી વસ્તુઓ નું સેવન ના કરવું જોઇએ. રસ્તા પર વેચાતી મોટાભાગ ની વસ્તુઓ છાપા મા લપેટી ને આપવામાં આવતી હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક અને જાન-લેવા સાબિત થઇ શકે છે. પરંતુ, આપણે આ વસ્તુ પર ધ્યાન આપતા નથી.

અને ન્યુઝ પેપર મા લપેટીને આપવામા આવેલા સમોસા, પકોડી સહિત ની તમામ વસ્તુઓ સહેલાઇ થી સેવન કરી લઇએ છીએ. પરંતુ, આપણે આ વસ્તુથી બને તેટલું દૂર રહેવું જોઇએ. જો અત્યાર સુધી તમે આ વાતથી અજાણ હતા તો હવે ક્યારેય પણ ખાવાની ચીજવસ્તુઓ ને છાપા મા લપેટીને ન ખાવું જોઇએ. વિશેષ તો ગરમ વસ્તુ ને છાપા મા લપેટીને રાખવા થી કે સેવન કરવા થી દૂર રહેવું.

કારણ કે તેનાથી તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. છાપા મા મુખ્યત્વે પ્રિન્ટીંગ ની સ્યાહી નો યુઝ કરવામાં આવતો હોય  છે. આ માટે ખાવા ની વસ્તુ છાપા મા રાખીને તેનું સેવન કરવાથી તેના પર પણ સ્યાહી લાગી જાય છે. આ છાપા મા રહેલા આહાર નું સેવન કરવા થી શરીર ની અંદર સ્યાહી જાય છે અને તમને બીમાર કરી શકે છે.

છાપા મા લપેટવા થી આ ખાવા ની ચીજવસ્તુ ઝેરી બની શકે છે અને તેનાથી તમારું પેટ પણ ખરાબ થઇ શકે છે. આ ઉપરાંત પેટ મા ઇન્ફેક્શન ની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ સિવાય છાપા મા લપેટી ને ભૂલ થી પણ ઓફિસ મા જમવાનું ના લઇ જવું અને ના તો છાપા મા ખાવું જોઇએ. આમ ભોજન ગ્રહણ કરવા થી તમારા શરીર નો આંતરીક વિકાસ રુંધાઈ જાય છે.

ક્યારેય પણ નાના બાળકો ને છાપામાં ગરમ ખાવાનુ કે રોટલી પણ ના રાખવી. આ ઉપરાંત જો છાપા ની સ્યાહી તમારા શરીર ની અંદર જતી રહે તો તેનાથી મુખ નું કેન્સર થી લઇને પેટ ના કેન્સર સુધીનો રોગ થઇ શકે છે. આથી છાપામાં રાખેલું ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…