શું તમે પણ કોટન સવૉબ્સથી કાન સાફ કરો છો? તો વાંચો આવી શકે છે એવાં-એવાં ભયંકર પરિણામો કે…

171

મિત્રો, આપણે બધા કાન સાફ કરવા માટે કોટન સવૉબ્સનો ઉપયોગ કરીએ છીએ તે તમે જાણતા જ હશો. પરંતુ તે નાના બાળકોને આપવામાં થોડી મુશ્કેલ રહે છે. કોટન સવૉબ્સ કાન સાફ કરવાથી બધો જ કાનનો મેલ બહાર આવી જાય છે. મેડિકલ જર્નલો અને ઓનલાઇન સમાચારો માં આવતા તમામ અહેવાલો માં એક નવો ચિંતા ઉપજાવે એવો એહવાલ સામે આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના એક રિયાલિટી મેગઝીને દ્વારા ઈઅર બડ્સ તરીકે ઓળખાતા કોટન સવૉબ્સ વિષે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ્સ વિષે જાણીને આ નથી નક્કી કરી શકાતું કે શું ખરેખર જેનો તમે કાન સાફ કરવા રોજિંદા જીવન માં ઉપયોગ કરીયે છીએ આ ચેપ અને ગંભીર બીમારીઓનું કારણ બને છે..?

જે બસ આ વફાદાર બડ્સ માત્ર બદનામ થઇ રહી છે? ઓસ્ટ્રેલિયન મેગઝીનનાં જણાવ્યા પ્રમાણે 37 વર્ષીય યુવતી રોજ રાત્રે પોતાના કાન આ કોટન બડ્સ થી સાફ કરતી તેની સાથે એક દિવસ ચોંકાવનારી ઘટના બની. બડ્સ કાન માં થી કાઢતા તેણી એ જોયું કે એની બડ્સ પર લોહી લાગેલું હતુ.

ડૉક્ટર પાસે નિદાન કરાવતાં ખબર પડી કે કાન ની કેનાલ માં ઇન્ફેકશન થયી ગયું હતું. વધુ તપાસ બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે ઇન્ફેકશન ના કારણે કાનની પાછળ ના ખોપરી ના હાડકા કાગળ જેટલા પાતળા થયી ગયા છે અને તે યુવતી કાયમી બહેરાશ ની શિકાર બને એવી શક્યતા છે.

આપણાં કાન કુદરતી રીતેજ પોતાની સફાઈ કરવા માટે સક્ષમ છે જે કાન માંથી નીકળતા મીણ જેવા પ્રવાહી ને આભારી છે. પંદર દિવસ કે મહિના માં એકાદ વખત કાનની સફાઈ કરતા હોવ તો આ સ્થિતિ બહુ ચિંતાજનક કે હાનિકારક ન હોઈ શકે.  અને કોટન બિડ્સ માં વપરાતું પ્લાસ્ટિક બિયોડીગ્રેડેબલ ના હોવાથી પ્રદુષણ માં ખાસ્સો વધારો કરતુ હોય છે. જે ખરેખર ટાળી શકાય તેમ છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…