દેશી જુગાડ: પરિવાર સાથે ઘરે જવા માટે બાઈક સાથે જોડ્યો ચકડોળ, જુઓ વાયરલ વીડીયો

301

છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે મજૂરોની ઘણી બધી તસવીરો જોઈ છે. જેમાં ઘણા પ્રવાસીઓ મજૂરો પોતાના પરિવાર સાથે પગપાળા ચાલતાં ઘરે જઈ રહ્યા છે. તેમજ ઘણા લોકો પોતાના ઘરે પહોંચવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. ગયા અઠવાડિયે જ એક વ્યક્તિની તસવીર ખૂબ વાયરલ થઈ છે, જેમાં તે પોતાની પ્રેગનેટ પત્ની અને બાળકને લઈને લાકડા થી બનાવેલી ગાડી ઉપર બેસાડીને લઈ જતો દેખાઈ રહ્યો હતો.

ત્યાર બાદ ફરી એક વખત એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પરિવારને પોતાની સાથે ઘરે પહોંચાડવા માટે બાઈક સાથે એક જુલા ને જોડી દીધો છે. વીડીયો અને મારીકોના ચેરમેન હર્ષ મારીવાલા એ શેર કર્યો છે.તેમણે લખ્યું છે કે કદાચ આ મુસાફરી કરવાનું એક સુરક્ષિત માધ્યમ નથી પરંતુ જોઈએ કઈ રીતે આ વ્યક્તિએ બે લોકોને બેસવા વાળી બાઇક ને ચાર લોકોને બેસવા વાળી કાર બનાવી દીધી છે.

વ્યક્તિએ જુલા સાથે સ્ટેરીંગ લગાવી દીધું છે. તે એક હાથથી સ્ટેરિંગ વ્હીલ દ્વારા જુલાને બેલેન્સ કરી રહ્યો છે અને આગળ વધો દેખાઈ રહ્યો છે. તેના પર એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે આવા મગજનો ઉપયોગ ટેક્નોલોજી અને મશીનરી ને બદલવા માટે કરવામાં આવવો જોઇએ.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.