કોરોનાએ ફરી ભયંકર સ્વરૂપ ધારણ કરતા ગુજરાતના આ 4 શહેરોમાં કરફ્યૂના નામે લોકડાઉનના એંધાણ

151

હાલ અમદાવાદમાં આજે સવાર 6 વાગ્યા સુધીનો કરફ્યૂ હતો અને આજથી દિવસથી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે, પરંતુ આજ સાંજ સુધીમાં ચાર મહાનગરોમાં પણ દિવસકાલીન કરફ્યૂની પણ જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવખત ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર દોડતું થયું છે ત્યારે શનિવારે 24 કલાકમાં 1515 કેસ નોંધાયા જે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.

તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ 354 કેસ નોંધાયાનો નવો રેકોર્ડ બન્યો છે. સૂરત અને વડોદરામાં પણ નવા કેસમાં વધારો થઇ રહ્યો છે અમદાવાદ શહેરમાં તો હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડે તેવી સ્થિતિ છે. જ્યારે હવે કરફ્યૂ બાદ ચર્ચા થઇ રહી છે કે ગુજરાતના 4 શહેરોમાં લોકડાઉન આવી શકે છે. આ અંગે DyCM નીતિન પટેલ સાથે સંદેશની ખાસ વાતચીતમાં તેમણે કેટલાક ખુલાસા કર્યા હતા.

જેમાં તેમણે જણાવ્યું હતુ કે, સરકાર કોઈ આંકડા નથી છુપાવી રહી. અને કર્ફ્યુ અંગે પણ તેમણે જણાવ્યું હતુ કે કર્ફ્યુમાં વધારો નહીં કરવામાં આવે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતના 4 શહેરોમાં રાત્રી કરફ્યૂ અમલી કરાયો છે.

તેમજ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ નવા આદેશ સુધી ચાલુ રહેશે, અમદાવાદમાં દિવસે કરફ્યૂ લંબાવવાની કોઇ વિચારણા નથી. ત્યારે બીજી તરફ અમદાવાદ અને અન્ય ત્રણ મોટા મહાનગરોમાં પણ કોરોના વાયરસનું સંક્રમણમાં વધારો ન થાય તે માટે રાત્રી કરફ્યૂ લાગવામાં આવ્યો છે. છતાં સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે.

કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. આથી આ પ્રકારના કરફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે ગુજરાત સરકાર કેન્દ્ર સાથે ચર્ચા કરી શકે છે. વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…