ઝેર સમાન માનવામાં આવે છે સલાડમાં ટામેટાં અને કાકડીનું સેવન, જાણો એક ક્લિક પર

155

ભારતમાં જ્યારે પણ ભોજન પીરસવામાં આવે છે, તો તેની સાથે સલાડ જરૂર હોય છે. ભોજનની સાથે સલાડનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનાથી ભોજનને પચવામાં મદદ મળે છે. જ્યારે પણ સલાડનું નામ આવે છે તો લોકોના મગજમાં સૌથી પહેલું નામ ટામેટા અને કાકડીનું આવે છે.

મોટાભાગનાં લોકો આ બંને વસ્તુઓને એકસાથે ભોજનમાં સલાડનાં રૂપમાં પીરસતા હોય છે. કાકડી, ટામેટા અને બટાકા વધુ માત્રામાં ખાવામાં આવે તો એનાથી ઓલ્ઝાઇમર્સનું રિસ્ક વધે છે. હવે સમસ્યા એ છે કે લેક્ટિન અનેક વનસ્પતિજન્ય ખાદ્યચીજોમાં હોય છે. કાકડી, ટામેટાં, આખા ધાન્ય, સોયબીન, મરચા જેવી ચીજોમાં લેક્ટિન સારી એવી માત્રામાં હોય છે જે આંતરડામાંના સારા બેક્ટેરિયા માટે હાનિકારક છે.

લેક્ટિનથી અનેક સમસ્યાઓ પેદા થઇ શકે છે અને તે મેમરી લોસ માટે પણ જવાબદાર બને છે. તમને જણાવી દઇએ કે, લેક્ટિનથી બ્રેઇન ડિસઓર્ડર્સ થવાની સંભાવનાઓ વધે છે. લેક્ટિન પ્રોટીનના ઘણા પ્રકારો હોય છે અને એ તમામ શરીર માટે સારા જ હોય કે ખરાબ એ હજુ સુધી નિશ્ચિત નથી થયું, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લેક્ટિનથી રોગપ્રતિકારક શકિતમાં પરિવર્તન આવે છે.

આ સાથે ઇન્સ્યુલિન હોર્મોન રિસેપ્ટર્સને બ્લોક કરીને બ્લડશુગર અને મેટાબોલિઝમની સિસ્ટમ પણ બગાડે છે. ટેસ્ટમાં તો ટામેટા અને કાકડીનું કોમીનેશન ખૂબ જ સારું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે બંનેને એક સાથે ખાવાથી પેટ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

વિશેષજ્ઞોનું માનવામાં આવે તો ટામેટાં અને કાકડીને એક સાથે ખાવાથી ગેસ, પેટમાં દુખાવો, બ્લોટીંગ, ઊબકા-ઊલટી, થાક અને અપચો જેવી પરેશાનિઓ ઉભી થઇ શકે છે. હકીકતમાં જ્યારે આપણે ટમેટા અને કાકડીને એકસાથે ખાઈએ છીએ, તો તેનું એસિડ ફોર્મ થવા લાગે છે અને તેનાથી બ્લોટિંગ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ છે કે પાચન ક્રિયામાં દરેક ભોજન અલગ અલગ રીતે રિએક્ટ કરતું હોય છે.

અમુક ચીજો સરળતાથી પચી જતી હોય છે, જ્યારે અમુક ચીજોને પચવામાં થોડો સમય લાગે છે. કાકડી ખૂબ જ જલ્દી પાછી જતી હોય છે, જ્યારે ટમેટામાં બીજ હોવાને કારણે પચવામાં થોડો સમય લાગે છે. કાકડી સામાન્ય રીતે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે, પરંતુ તેમાં અમુક એવા ગુણ રહેલા હોય છે જે વિટામિન-સી પ્રત્યે વિપરીત રિએક્ટ કરતા હોય છે. એજ કારણ છે કે કાકડી અને ટામેટાને એક સાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ બંને એકસાથે પેટમાં જઈને અલગ-અલગ ઘણી પરેશનીઓ ક્રિએટ કરી શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…