શું તમારા પ્રાઈવેટ પાર્ટમાંથી વાસ આવે છે..? તો તેને દુર કરવાં વાંચો આ લેખ…

183

ઘણા લોકોને આ સમસ્યા આવે છે કે પોતાના પ્રાઈવેત પાર્ટમાંથી વાસ આવવાની તેના માટે આજે અમે તેનો ઉપચાર લાવ્યા છીએ. હું ૨૧ વર્ષનો છું. મને સવારે ઊઠું ત્યારે ઇરેક્શન આવેલું હોય છે. જ્યારથી ગર્લફ્રેન્ડ સાથે નજદીકિયાં આવી છે ત્યારથી રાતના સમયે ઉત્તેજનાનું પ્રમાણ વધી ગયું છે.

જોકે મારી સમસ્યા એ છે કે મારી ફોરસ્કિન થોડી ટાઇટ છે. અંદરથી ખૂબ જ વાસ મારતો કચરો નીકળે છે. વારંવાર સાફ કરવા છતાં અંદરથી સફેદ-પીળો જાડો કચરો નીકળે છે સુગંધિત સાબુથી સાફ કરવા છતાં તરત એ વાસ જતી નથી. આ જ કારણસર હું ઓરલ સેક્સની મજા નથી લઈ શકતો.

હવે તો ક્યારેક આવી જ સ્મેલ મારી ગર્લફ્રેન્ડના પાર્ટ્સમાંથી પણ આવે છે. મારી ગર્લફ્રેન્ડને લાગે છે કે આ કોઈ ઇન્ફેક્શન જેવું છે. શું આ ચિંતાજનક છે? રાતના સમયે ઉત્તેજના આવવી એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. બાકી તમે જે દુર્ગંધયુક્ત કચરાની વાત કરી રહ્યા છો એને મેડિકલ ભાષામાં સ્મેગ્મા કહેવાય. સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બન્નેના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી કુદરતી રીતે ઘટ્ટ પ્રવાહી જેવો સ્રાવ હંમેશાં થતો રહેતો હોય છે.

થોડા સમય પછી પેશાબ, વીર્યના છાંટા, એ ભાગની ત્વચાના મૃત કોષો અને રજકણો વગેરે જમા થતાં તૈલીય પદાર્થ જામીને ઘટ્ટ થઈ જાય છે. જો નિયમિત એને સાફ કરી લેવામાં આવે તો એમાં વાસ મારવાની સમસ્યા નથી રહેતી. ફોરસ્કિન નીચે ઉતારીને અંદરના ખાંચાના ભાગને સાફ ન કરો તો સ્મેગ્મા જમા થયા કરે છે.

જેને કારણે તમને ફોરસ્કિન પણ ટાઇટ લાગી શકે. આ સમસ્યાનું સૉલ્યુશન બે ટાઇમની નિયમિત સફાઈ છે. હવેથી જ્યારે પણ નાહવા બેસો એ પહેલાં સહેજ કોપરેલ તેલથી ઇન્દ્રિયની માલિશ કરો અને ફોરસ્કિન નીચે ઉતારવાની હળવેકથી કોશિશ કરો. નાહતી વખતે સાબુ અને ચોખ્ખું હૂંફાળું પાણી વાપરીને ફોરસ્કિન ઉપર-નીચે કરીને એ ભાગની સફાઈ કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…