હથેળીનો રંગ સફેદ-પીળો દેખાય છે તો જાણો તેની પાછળના રહસ્યો…

161

હાથમાં થતા પરિવર્તન મોટા પાયે શુક્લપક્ષમાં જોવા મળે છે. શુક્લપક્ષમાં રેખાઓ વધતી હોય છે અને કૃષ્ણપક્ષમાં હાથની રેખાઓ ધુંધળી અને નાની થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, હાથની રેખાથી વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણી શકાય છે.

તેમજ એવી પણ માન્યતા છે કે, જે રીતે સમય બદલે છે તે જ રીતે કર્મ, અને સમય અનુસાર વ્યક્તિની હાથની રેખા અને તેના રંગ બદલાતા હોય છે. તે સિવાય હથેળીના રંગ પણ બદલાતા હોય છે. ક્યારેય તે લાલ દેખાય છે તો, ક્યારેય સફેદ, ભૂરો અને પીળો પણ દેખાય છે. લાલ, ગુલાબી અને સફેદ હથેળીઓના પ્રભાવને શુભ અને હથેળી પર અન્ય રંગોના દેખાવને અશુભ માનવામાં આવે છે.

ગુળાબી રંગની હથેળી
જે લોકોમાં ગુલાબી રંગની હથેળી હોય છે તેઓ ક્ષમાશીલ અને સૌમ્ય વ્યક્તિત્વના હોય છે. તેમના મોઢા પર હંમેશા પ્રસન્નતા દેખાય છે. આવા લોકો ખૂબ જ આત્મવિશ્વાસથી ભરાયેલા હોય છે. આવા લોકોના જીવનમાં ધન ખૂંટતું નથી. આવા લોકોનો સ્વભાવ પરિવર્તન પસંદ હોય છે. આવા લોકો પરિવર્તન ઇચ્છતા હોય છે.

શા માટે બદલાય છે હથેળીના રંગો
જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ અને ધાર્મિક વિચારોના વ્યક્તિના મનમાં એવો પરિવર્તન કરી દે છે કે, શરીરમાં પોઝીટીવ એનર્જી વધવા લાગે છે. મનુષ્યના કર્મો અને તેના મનની ઇચ્છાઓ અનુસાર હથેળીના રંગ બદલાતા હોય છે. જેના કારણે હાથમાં જ નહી મનુષ્યના વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવવા લાગે છે.

લાલ રંગની હથેળી
જે લોકોની હથેળી લાલ હોય છે, તેઓ ખૂબ જ ધનવાન હોય છે. શાસ્ત્રો અનુસાર લાલ રંગને અવકારવામાં આવ્યો છે તેમજ આસમાની અને કાળી હથેળીને સારી માનવામાં આવતી નથી.

હથેળીના લોકો
એવા લોકો શાંતિ પ્રિય હોય છે. એકલા રહેવું પણ તેમની આદત હોઈ શકે છે. આવા લોકો ન તો દુખમાં દુખી થાય છે અને ન તો સુખમાં વધારે ખુશ થાય છે. તેઓ એક સરખા સ્વભાવ વાળા હોય છે. એવું માનવમાં આવે છે કે, જે લોકોની હથેળી સફેદ હોય છે, તેઓ ધર્મને માનવા વાળા અને દિવ્ય શક્તિઓમાં રૂચિ રાખવા વાળા હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…