લૂંટારાઓનું કારસ્તાન: પગમાંથી ઘરેણા ન નીકળ્યા તો વૃદ્ધ મહિલાનો પગ કાપીને લઈ ગયા- વાંચો અહિ

235
Advertisement

ચાંદીના ઘરેણા માટે 85 વર્ષની એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે. જ્યારે તેના પગમાંથી 400 ગ્રામ ચાંદી ના કડા ન નીકળ્યા તો તેના બંને પગ કાપી ખૂનીઓ લઈ ગયા. આ હત્યા મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા માં થઈ.

મધ્યપ્રદેશના રાજગઢ જીલ્લાના સુઠાલિયા થી લગભગ ૧૨ કિલોમિટર દૂર આવેલા ગામ સાલરીયા ખેડી માં વૃદ્ધ મહિલા ભૂલી બાઈ ની અજાણ્યા હત્યારાઓ એ પહેલાં ગળું દબાવી હત્યા કરી અને પછી તેના બંને પગ કાપીને લઈ ગયા. વૃદ્ધ મહિલાના પગ માં 400 ગ્રામ ચાંદી ના કડા પહેરેલા હતા જેની કિંમત લગભગ ૧૫ હજાર રૂપિયા છે.

મળતી જાણકારી અનુસાર શુક્રવારે સવારે ગામનો ચોકીદાર સૌચાલય માટે ગયો તો તેણે મહિલાનું મૃત શરીર ખેતર પાસે રહેલા નાળામાં જોયું. તેણે તેની જાણકારી ગામના સરપંચ તેમજ અન્ય ગ્રામજનોને આપી.

ત્યારબાદ તેણે 100 ડાયલ કરી પોલીસને જાણકારી આપી. ઘટનાસ્થળ પર sdop કિરણ, એફએસએલ અધિકારી નિલેશ તેમજ થાણા પ્રભારી જગદીશ ગોહેલ પોલીસ બળ તેમજ રાજગઢ થી ડોગ સ્કવોડ સાથે પહોંચી ઘટનાસ્થળ આસપાસ મૃતક મહિલાના પગ શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી.

શુક્રવારની મોડી સાંજે એડિશનલ એસપી નવલસિંહ સિસોદિયાએ ઘટના સ્થળ પર પહોંચ્યા તો તે સ્થાન પર પગ અને ડબ્બો પડેલો મળ્યો.બપોર બાદ મહિલાના શરીરને સ્થાનિક હોસ્પિટલના લાવવામાં આવ્યું જ્યાં પોસ્ટમોર્ટમ બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી. મોડી સાંજે મહિલાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.