બોલીવૂડમાં કોરોનાનો ફાટ્યો રાફડો, જાણો કેટલા અભિનેત્રી અને ડાયરેક્રટરને છે કોરોના પોઝીટીવ?

442

હાલમાં બોલીવૂડના સુપરસ્ટાર પર કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. જાણો કેટલા સુપરસ્ટાર અને ડાયરેક્રટર છે કોરોના પોઝીટીવ…

અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના થતા તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની તબિયત સ્થિર છે. કોરોના પોઝિટિવના સમાચાર વહેતા થયા બાદ  બોલિવૂડમાં ચિંતાનું મોજું  ફેલાયું હતું. ખુદ બચ્ચને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. બચ્ચને ટ્વિટ કરતાં કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ નીકળ્યો છું… હોસ્પિટલમાં દાખલ કરાયો છે.. હોસ્પિટલ દ્વારા પ્રશાસનને જાણ કરાઈ રહી છે. પરિવાર અને બાકીનો સ્ટાફ ટેસ્ટ કરાવી રહ્યાં છે. મારા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, પરિણામની રાહ જોવાઈ રહી છે. છેલ્લા દશ દિવસમાં જેઓ પણ મારી નજીક રહ્યાં છે તેમને બધાને વિનંતી કરું છું કે પોતાનો ટેસ્ટ કરાવે. બોલિવૂડ અને રાજકીય જગતમાં તેઓ જલદીથી સાજા થાય તેવા મેસેજ ફરવા લાગ્યા હતા. ટ્વિટર પર પણ ગેટ વેલ સૂન હેશટેગ સાથે લોકોએ સાજા થવાની શુભકામના પાઠવી હતી.

અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ

એક તરફ દેશમાં કોરોના વાયરસની ચપેટમાં આવનાર લોકોના કેસ વધતા જઇ રહ્યા છે. જ્યારે શનિવાર રાતે બચ્ચન પરિવારના બે લોકોને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે. અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે અભિનેતાઓએ ટ્વિટ દ્રારા તેમના ફેન્સ અને નજીકના લોકોને જાણકારી આપી હતી. એવામાં હવે મોટી ખબર આવી રહી છે કે અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક ડબિંગ સ્ટૂડિયો અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભને કોરોના પોઝિટિવ આવ્યા પછી અભિષેકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ ટ્વિટ કરીને કહ્યું કે હું અને મારા બન્ને કોરોના પોઝિટિવ છીએ. અમારા બન્નેમાં હળવા લક્ષણ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે જરૂરી ઓથોરિટીને સૂચના આપી દીધી છે અને અમારા પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ 

અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી. અનુપમે વીડિયોમાં જણાવ્યું હતું કે તેની માતા દુલારીની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. તેમને કેટલાક દિવસોથી ભૂખ નથી લાગતી અને તે સુઇ રહેતા હતા. ડોક્ટરની સલાહ પર, તેણે તેમની માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. જેમાં બધું બરાબર થઈ ગયું. બાદમાં, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હળવા કોવિડ -19 પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા.

આ બાદ અનુપમ અને તેના ભાઇ રાજુએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો રિપોર્ટમાં અનુપમ નેગેટિવ આવ્યા છે. જ્યારે ભાઇ રાજુનો ટેસ્ટ રિઝલ્ડ માઇલ્ડ કોવિડ-19 આવ્યો છે. તે બાજ રાજુના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમા અનુપમની ભાભી એટલે રાજૂની પત્ની અને ભત્રીજી વૃંદા માઇલ્ડ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ભત્રીજો નેગેટિવ છે.

રણબીર કપૂર, નીતુ કપૂર, કરણ જોહર, રિદ્ગિમા કપૂર સહિતના લોકોને કોરોના પોઝિટિવ

મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બોલિવૂડ કોરિડોરમાં હલચલ મચી જવા પામી છે. બન્ને એકટર્સ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે કોઇ ટ્વિટર યૂઝરે રણબીર કપૂર, નીતુ કપૂર, કરણ જોહર, રિદ્ગિમા કપૂર સહિતના લોકોને કોરોના પોઝિટિવ હોવાની ખબર શેર કરી હતી. આ ખબરને ફેક ગણાવતા રિદ્ધિમાંએ તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

અભિનેત્રી રેખાનો બંગલો સીલ કરી દેવાયો

અભિનેત્રી રેખાનો બંગલો સીલ કરી દેવાયો છે. જોકે તેમના બંગલાનો સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટીવ આવ્યો છે. આથી બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત તેમના બંગલા પર બીએમસી એ કંટેનમેન્ટ ઝોનની નોટિસ લગાવી દીધી છે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…