લદ્દાખમાં ચીનીઓએ કરેલા હુમલા પર આ દિગ્ગજ અભિનેતા બનાવશે ધાંસુ ફિલ્મ

245

અજય દેવગન લદ્દાખની ગાલવાન ખીણ પરના હુમલા વિશે ફિલ્મ બનાવશે.

અભિનેતા-નિર્માતા અજય દેવગન લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પરના હુમલા પર આધારિત ફિલ્મની ઘોષણા કરવા માટે તૈયાર છે.

ફિલ્મ વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, તે ‘ચાઇનીઝ સૈન્ય સામે લડનારા 20 ભારતીય સૈન્ય અને તેના બલિદાન વિશે’ ની વાર્તા વર્ણવશે.

IT’S OFFICIAL… #AjayDevgn to make film on #GalwanValley clash… The film – not titled yet – will narrate the story of sacrifice of 20 #Indian army men, who fought the #Chinese army… Cast not finalized… Ajay Devgn FFilms and Select Media Holdings LLP will produce the film. pic.twitter.com/yaM6rPcK7Z

— taran adarsh (@taran_adarsh) July 4, 2020

જોકે, તે સ્પષ્ટ નથી થયું કે અજય ફિલ્મમાં કામ કરશે કે નહીં. કલાકારો અને ક્રૂની અન્ય ટીમ ફાઇનલ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન એફફિલ્મ્સ અને સિલેક્ટેડ મીડિયા હોલ્ડિંગ્સ એલએલપી દ્રારા સહનિર્માણ કરશે.

15 જૂને પૂર્વી લદ્દાખમાં ગાલવાન ખીણમાં ચીની સેના સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. તે 1975 પછી ભારતીય સૈન્ય અને ચીની પીપલ્સ લિબરેશન આર્મી સાથેની મુકાબલોનો પહેલો કેસ હતો. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય પેટ્રોલીંગો પર હુમલો કરવામાં આવ્યો હતો.

અજય ટૂંક સમયમાં ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ લઈને આવનાર છે. આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિંહા, એમી વિર્ક અને શરદ કેલકર પણ છે, જ્યારે આ ફિલ્મનું નિર્દેશન અને દિગ્દર્શન અભિષેક દુધૈયાએ કર્યું છે. ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર ડિજિટલી પ્રીમિયર થશે.

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…