હાલમા માં દુર્ગાના એક મંદિરમાં ભક્તો એક-બીજા પર ફેકે છે આગ, તેનું રહસ્ય જાણીને તમે ચોંકી જશો..!

141
Advertisement

માં દુર્ગા વિષે તો બધાને ખબર જ હોય છે. માંદુર્ગા ને બંગાળી લોકો ખુબ જ માને છે. તેની પૂજા કરે છે, તેના માટે ઉત્સવો કરે છે તેમાં જ તેઓ આવું કઈક કરે તે તમે જાણીને ચોંકી જશો. મનમાં આસ્થા હોય તો, પછી કોઈ પણ વાતની શંકા નથી હોતી. એટલું જ નહી જીવન અર્પણ કરવાની વાત હોય તો પણ ભક્ત વિચાર નથી કરતો. આવું જ એક મંદિર છે મેંગલોરના કૈથલમાં.

આ મંદિરને દુર્ગા પરમેશ્વરી મંદિરના નામે ઓળખવામાં આવે છે. અહીં એક એવી પરંપરા નિભાવવામાં આવે છે જેમાં ભક્તો એક બીજા પર આગ ફેંકે છે. ભક્તો આ પરંપરા સમયે પોતાના જીવની પણ પરવાહ નથી કરતા. તમને જણાવી દઈએ કે, આ એક પરંપરા છે, જેને ઉત્સવ તરીકે 8 દિવસ સુધી મનાવવામાં આવે છે. અગ્નિ કેલી છે આ પરંપરા – સ્થાનિક લોકો અનુસાર, આ પરંપરા આજથી નહીં, સદીઓથી ચાલી આવે છે. માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ ભયાનક અગ્નિની રમત રમવામાં આવે છે. પરંતુ તેની પાછળ એક અન્ય પણ માન્યતા છે.

સ્થાનિક લોકો જણાવે છે કે, જો કોઈ વ્યક્તિને આર્થિક કે શારિરીક તકલીફ હોય અને તે આ રમતમાં સામેલ થઈ જાય તો, માં ભવાની તેના તમામ કષ્ટ દુર કરી દે છે. ભક્ત દૂર દૂરથી માતારાનીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવાની આસ્થા સાથે અહીં આવે છે. આને અગ્નિ કેલી નામ આપવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, આ ખેલ બે ગામ આતુર અને કલત્તુરના લોકો વચ્ચે રમવામાં આવે છે. મંદિરમાં સૌથી પહેલા દેવીની શોભા યાત્રા નીકાળવામાં આવે છે, ત્યારબાદ બધા જ લોકો તળાવમાં ડુબકી લગાવે છે. પછી અલગ અલગ જુથ બનાવી લે છે.

પોતાના હાથમાં નારીયેળની છાલમાંથી બનેલી મશાલ લઈ એકબીજાના વિરોધમાં ઉભા થઈ જાય છે. પથી મશાલ સળગાવવામાં આવે છે. આ રમત લગભગ 15 મિનીટ સુધી ચાલે છે. એક વ્યક્તિને માત્ર પાંચ વખત સળગતી મશાલ ફેંકી શકે છે. બાદમાં મશાલને બુઝાવી ત્યાંથી હટી જાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…