શું કરફ્યૂ બાદ ગુજરાતમાં ફરી થશે લોકડાઉન? જાણો મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગળના પગલા વિશે

224

દિવાળી બાદ ધડાધડ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળતા CMરૂપાણી એ આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સરકાર દ્વારા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં લગાવવામાં આવેલા કરફ્યૂ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લોકડાઉન આવશે એવી ચર્ચાઓ થઇ રહી છે. જ્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કેસોમાં વધારો થતાં અમદાવાદમાં પણ આજ રાતથી કરફ્યૂ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યૂ આપવાને લઇને વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટમાં સાંજ સુધીમાં કરફ્યૂ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

અગાઉ અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તાએ સાંજે 5:30 વાગ્યે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી અને રાત્રે 10 વાગ્યે 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ગુજરાતમાં 23 તારીખથી જ શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે.

પણ કોરોનાનાં કેસો વધતાં અમદાવાદમાં ફરીથી કરફ્યૂ લાગુ કરવામાં આવતાં ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય થોડા જ કલાકોમાં બદલી લેવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. તેવામાં રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ સરકારે આ નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી. જે એક માત્ર અફવા છે.

સરકારના આ નિર્ણયથી સૌથી મોટી રાહત વાલીઓને મળી છે. કેમ કે, સતત વાલીઓ સ્કૂલો ન ખોલવા માટે માગ કરી રહ્યા હતા. હવે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 23 તારીખથી રાજ્યમાં શાળા અને કોલેજો ખૂલશે નહીં. ઉલ્લેખનીય છે કે બપોરે 3 વાગ્યાની બેઠક બાદ શિક્ષણમંત્રીએ શાળાઓ ખુલશે જ તેવી જાહેરાત કરી હતી. તેવામાં થોડા કલાકોમાં કેમ સરકારને નિર્ણય બદલવાની જરૂર પડી તેની ચર્ચા લોકોમાં શરૂ થઈ હતી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…