રાતમાં ફક્ત પગ ઉપર આ એક પાંદડું લગાવી લો, પછી જોવો ચમત્કાર ગાયબ થઈ જશે વર્ષો જૂની ડાયાબિટીસ 

84

“ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો”

ઘણા વરસોથી આ કહેવત બોલવામાં આવે છે. કહેવતો માં પણ આંકડા નું મહત્વ દેખાઈ આવે છે. આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ જેવો હોય છે.

આંકડાની શાખાઓમાંથી દૂધ નિકળે છે. આ દૂધ વિષ તરીકે કાર્ય કરે છે. ફળમાં નરમ, સુંવાળું, પોસું, રેશમી રૂ હોય છે. આકડો ઉનાળાના દિવસો દરમિયાન રેતાળ ભૂમિ પર થાય છે. ચોમાસાનાં દિવસો દરમિયાન વરસાદ પડે ત્યારે તે સૂકાઇ જતો હોય છે. ભારત દેશના વિવિધ ભાગોમાં આંકડાના ફૂલની માળા હનુમાનજી અને શનિદેવને ચઢાવવામાં આવે છે.

ડાયાબિટીસ જડમૂળથી નાશ કરતો અકસીર ઉપાય:
આકડાના લીલા પાનનો પ્રયોગ જાતે જ કરી જૂઓ મિત્રો. આપ બૂટ-મોજાં, મોજડી, સેન્ડલ હંમેશા પહેરીને ફરો છો. આપ જો ડાયાબિટીસના દર્દી છો તો, આપના પગના તળિયામાં એક આકડાનું લીલું તાજું પાન મુકીને દરરોજ બૂટ-મોજાં, મોજડી કે સેન્ડલ પહેરો તો આપના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

ઉપરાંત આ પ્રયોગથી મેલેરિયા સામે તથા કોઇ પણ તાવ સામે રક્ષણ પણ મળે છે.
ફક્ત સાત દિવસ સુધી અજમાવી જુઓ, અને સારું લાગે તો 40 દિવસ પુરા કરો. આ પ્રયોગ દરમ્યાન ડાયાબિટીસના દર્દીએ દવા બંધ કરવાની નથી. આ પ્રયોગ ડાયાબિટીસના તમામ દર્દી ઉપર સફળ રહ્યો છે.

આ રીતે ઉપાય કરવો:
સ્રીના ડાબા પગમાં અને પુરુષ ના જમણા પગે રાત્રે 7થી 8 કલાક સુધી આંકડા નું પાન, (સફેદ આંકડો હોય તો સારું) નીચેનો નસ વાળો ભાગ પગના તળિયે અને તે પણ દાંડી નો ભાગ પગના અંગૂઠા તરફ રાખી, તેને બાંધી, મોજું પહેરી લેવું.

આ પ્રયોગ 40 દિવસ લગાતાર કરવો. એક દિવસ પણ છોડવા નહીં. 40 પાન તાજા હોય તો સારું, ન હોય તો એકસાથે લાવી ફ્રીજમા મૂકી રાખો તો પણ ચાલશે. ઘણા લોકોએ આ લાભ લઈ, પોતાના અનુભવથી તેમણે કહ્યું છે કે, ડાયાબિટીસ જડમૂળથી નષ્ટ થઈ જાય છે.

ઉપાયમાં જોઈતી સામગ્રી:
આકડાનું પાન
કાળો દોરો
મોજું

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…