હથેળીમાં આ સ્થાને રહેલી ખાસ રેખા, જણાવે છે તમારા વૈવાહિક જીવન વિશે

234

લગ્નગાળો આવવાની તૈયારી માં છે. અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાઈ રહ્યાં છે ત્યારે આપણે જોઈએ કે હથેળીમાં કેવી રેખા હોય તો લગ્ન સફળ નિવડે છે. અને કઈ રેખાઓ જણાવી દે છે લગ્નજીવનમાં તકલીફ. જન્મનો સમય તો સાચો ખોટો હોઈ શકે તેથી કુંડળીના ફળકથનનાં થોડો ફેરફાર આવી શકે પણ હાથની રેખાઓ તો સ્પષ્ટ પણે જીવનનો ચિતાર આપી દે છે.

જીવન કેવું રહેશે તે જાણી શકાય છે. તો વ્યક્તિના આરોગ્ય, આયુષ્ય અને દાંપત્ય જીવન વિશે પણ સટિક માહિતી મેળવી શકાય છે. હથેળીમાં દરેક રેખાનું મહત્વ હોય છે. પછી એ ભલેને સાવ નાની કેમ ન હોય. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હથેળીની સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળી નીચે બુધ પર્વત આવેલો હોય છે.

આ બુધ પર હથેળીની કિનારીએ આડી રેખા હોય છે કે પછી  થોડી આડી રેખાઓ હોય છે. માનવામાં આવે છે કે હથેળીમાં બુધ પર્વત પર જેટલી આડી રેખાઓ હોય છે તે વ્યક્તિના તેટલા પ્રેમ સંબંધો હોઈ શકે છે. ઝાંખી કે અસ્પષ્ટ રેખાઓ પરથી આ ફળકથન કરવામાં નથી આવતું. પણ બુધ પર્વત પર જે રેખા સ્પષ્ટ અને સૌથી લાંબી હોય છે તેને લગ્ન રેખા કહેવાય છે.

આ રેખા લગ્નરેખા તરીકે ઓળખાય છે. કોઈપણ વ્યક્તિના પ્રેમ સંબંધો અને લગ્નજીવન વિશે આ રેખાઓ પરથી જાણી શકાય છે. જો આ રેખાઓ સ્પષ્ટ હોય તો લગ્નજીવન સારું રહે છે. જો એકથી વધું લગ્ન રેખા હોય તો જીવનમાં એકથી વધું પાત્રો આવે છે. ની હથેળીમાં લગ્નરેખા તૂટેલી કે કપાતી હોય તો તેના જીવનમા છૂટાછેડાની શક્યતા હોય છે.

આ સ્થિતિમાં જાતકના બીજા લગ્નની શક્યતાઓને પણ નકારી ન શકાય છે. જો લગ્નરેખા નીચે તરફ જતી હોય તો દાંપત્યજીવનમાં મુશ્કેલી આવે છે. લગ્નરેખાની શરૂઆતમાં જ તે અન્ય આડી રેખાથી કપાતી હોય તો તે વ્યક્તિના લગ્ન તૂટવાની સંભાવના રહે છે. બુધ ક્ષેત્રમાં બે લગ્નરેખા હોય અને ભાગ્યરેખાથી નીકળી એક રેખા હૃદયરેખા સુધી પહોંચતી હોય તો આ સ્થિતી પણ વ્યક્તિના બીજા લગ્ન થવાની શક્યતા દર્શાવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…